– મહેસૂલ મંત્રી રાજેંદ્ર ત્રિવેદી રિક્ષામાં બેસીને આજે વલસાડ રજિસ્ટ્રાર ઓફિસ પહોંચ્યા હતા. અચાનક રજિસ્ટ્રાર ઓફિસમાં પહોંચતાં હડકંપ મચ્યો.તેમણે દસ્તાવેજ કરાવવા આવેલા લોકોની પણ મુલાકાત કરી હતી.
વલસાડ : ગુજરાત સરકારના મહેસૂલ મંત્રી રાજેંદ્ર ત્રિવેદી રિક્ષામાં બેસીને આજે વલસાડ રજિસ્ટ્રાર ઓફિસ પહોંચ્યા હતા.અચાનક રજિસ્ટ્રાર ઓફિસમાં પહોંચતાં હડકંપ મચ્યો.તેમણે દસ્તાવેજ કરાવવા આવેલા લોકોની પણ મુલાકાત કરી હતી.સાથે એ પણ પૂછ્યું કે શું અહીં કોઈએ પૈસા માંગ્યા છે? અધિકારીઓને તાકીદ કરી કે આવનાર લોકોની બેસવાની વ્યવસ્થા ક્યાં છે, શું તમને ટોકન અને ટાઈમ આપવામાં આવ્યો છે.અચાનક મહેસુલ મંત્રીનું પ્રોટોકોલની ગાડીમાંથી ઉતરી રિક્ષામાં જવાનું જોઈને કલેકટરથી લઈને તમામ અધિકારીઓ દોડતા થયા હતા.
રાજેન્દ્ર ત્રિવેદીએ રીક્ષામાં ઉતર્યા પછી જાતે જ રીક્ષાનું ભાડું ચૂકવ્યું હતું.તેમણે રીક્ષા ચાલકને ભાડા પેટે 100 રૂપિયા આપ્યા હતા.રાજેન્દ્ર ત્રિવેદીએ લોકોને તકલીફો અંગે પણ પૂછપરછ કરી હતી.મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ અચાનક વલસાડની મુલાકાત લેતા ભારે કુતુહલ સર્જાયું હતું સાથે સાથે અધિકારીઓ પણ સ્તબ્ધ થઇ ગયા હતા.મહેસુલ મંત્રી ગુપ્ત મુલાકાતે એટલા માટે પહોંચ્યા હતા કે રજિસ્ટ્રાર ઓફિસમાં કામકાજ યોગ્ય રીતે થઇ રહ્યું છે કે નહિ અને લોકોને કોઈપણ પ્રકારે તકલીફ તો નથી પડી રહી ને એ આશયે મુલાકાત કરતા અધિકારીઓમાં સોપો પડી ગયો હતો.અત્રે નોંધનીય છે કે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અગાઉ 3 અધિકારીઓને સસ્પેન્ડ પણ કરી ચુક્યા છે.