By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાત સરકારના વહીવટમાં લોલમપોલ : કેગ અહેવાલમાં સરકારના અણઘડ વહીવટનો પર્દાફાશ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગુજરાત સરકારના વહીવટમાં લોલમપોલ : કેગ અહેવાલમાં સરકારના અણઘડ વહીવટનો પર્દાફાશ
GandhinagarGeneral

ગુજરાત સરકારના વહીવટમાં લોલમપોલ : કેગ અહેવાલમાં સરકારના અણઘડ વહીવટનો પર્દાફાશ

HM News
Last updated: 29/03/2023 11:06 AM
HM News
2 years ago
Share
SHARE

ગુજરાત સરકારનો વર્ષ 2021-22 નો કેગનો અહેવાલ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે.કેગ દ્વારા સરકારના ખર્ચ અંગે અહેવાલ રજૂ કરાયો છે.કુલ ખર્ચની સામે મૂડી ખર્ચમાં 5 વર્ષથી સતત ઘટાડો નોંઘાઇ રહ્યો છે.અન્ય રાજ્યોની સરખામણીએ શિક્ષણ ક્ષેત્રે ખર્ચ ઓછો થવાનું સામે આવ્યુ છે.સરકારનો જે કેગનો રિપોર્ટ હોય છે તેમાં વહીવટી ખર્ચમાં ક્યાં ચુક રહી ગઇ છે.કેવા પ્રકારનો વહીવટી ખર્ચ રહ્યો છે.ક્યાં સુધારાનો અવકાશ હતો,ક્યાં ખર્ચ બતાવવામાં નથી આવ્યો,આ તમામ મુદ્દા હોય છે.વહીવટી ખર્ચની સામે અનેક સવાલો આ રિપોર્ટના આધારે થઇ શકતા હોય છે.

આ વખતના કેગના રિપોર્ટની વાત કરવામાં આવે તો કુલ ખર્ચની સામે મૂડી ખર્ચમાં 5 વર્ષથી સતત ઘટાડો નોંઘાઇ રહ્યો છે.અન્ય રાજ્યોની સરખામણીમાં શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકાર દ્વારા ખર્ચ ઓછો કરવામાં આવ્યો છે.તેની સામે વિકાસીય ખર્ચ,આરોગ્ય પર ખર્ચ અને મૂડી ખર્ચ વધુ હોવાની માહિતી મળી છે.રાજ્ય સરકાર પાસે પર્યાપ્ત રોકડ સીલક હોવા છતાં ઋણ લેવામાં આવ્યું છે.સરકારના દેવામાં વધારો થયો હોવાની કેગની ટિપ્પણી છે.જેના કારણે રોકાણ હિસાબની રોકડમાં વધારો થયો છે.કેગની ટિપ્પણી છે કે રાજ્ય સરકારે મૂડી ખર્ચમાં વધારો કરવો જોઈએ.તેની સામે રાજ્ય સરકારે લાંબી મુદ્દતમાં ઋણનું ટકાઉ પૂર્ણ માળખું વિકસાવવા વિચારણા કરવી જોઈએ.રાજ્ય સરકારના હિસાબોમાં ખોટા વર્ગીકરણ જોવા મળ્યાની ટિપ્પણી કરવામાં આવી છે.

અંદાજપત્રની વાત કરવામાં આવે તો બહારના જે નાણાંકીય વ્યવહારો હોય તે જોવા મળતા હોય છે.જો કે આ વખતના અંદાજપત્રની આ વાત જોવા મળતી નથી.વર્ષ 2021-22 નો કેગના અહેવાલમાં જોગવાઇઓ વગર 95 કરોડનો ખર્ચ થયો છે.જે ક્યારેય થઇ શકે નહીં.એટલે કે આયોજન પ્રત્યે પણ ટિપ્પણીઓ કરવામાં આવી છે.

કેગના રિપોર્ટમાં કહેવાયુ છે. કેગના રિપોર્ટમાં ટાંકવામાં આવેલા 20 મુદ્દામાં સમજો કે સરકાર વહીવટ કરવામાં ક્યાં નબળી પડી.

1. બીજાં રાજ્યોની તુલનામાં શિક્ષણ પાછળ ઓછો ખર્ચ કરે છે સરકાર
2. કુલ ખર્ચની સામે મૂડી ખર્ચમાં 5 વર્ષથી સતત ઘટાડો થઈ રહ્યો છે
3. પર્યાપ્ત રોકડ સીલક હોવા છતાં સરકાર દેવું કરીને ઘી પી રહી છે
4. લાંબી મુદ્દતના ઋણનું ટકાઉ માળખું વિકસાવવાની જરૂર છે
5. બજેટ બહારના નાણાકીય વ્યવહારો કરવામાં આવી રહ્યા છે
6. વર્ષ 2021-22માં જોગવાઈ વગર 95 કરોડ રૂપિયા ખર્ચ કર્યો
7. બજેટની ફાળવણીમાં ગુજરાત સરકાર નબળી હોવાનો ઉલ્લેખ
8. બજેટના ઉપયોગમાં પણ રાજ્ય સરકાર નબળી હોવાનો ઉલ્લેખ
9. બજેટના અંદાજો વાસ્તવિક રીતે તૈયાર કરવામાં આવતા નથી
10. છેલ્લાં 10 વર્ષમાં 10,855 કરોડનો વધારાનો ખર્ચ નિયમિત કરવાનો બાકી
11. નાણાં વિભાગે નિયમો નેવે મૂકીને ઉચ્ચક જોગવાઈઓ કરી
12. કેટલાક ખર્ચા કુલ ખર્ચના 50 ટકાથી વધુ ફક્ત માર્ચમાં કર્યા
13. સરકારના 12 વિભાગોએ કુલ ખર્ચના 25 ટકાથી વધુ ખર્ચ માર્ચમાં કર્યો
14. ખર્ચનો નોંધપાત્ર હિસ્સો નાણાકીય વર્ષના અંતે દર્શાવાઈ રહ્યો છે
15. ખર્ચ પર અપૂરતું નિયંત્રણ બજેટનું નબળું વ્યવસ્થાપન દર્શાવે છે
16. વન વિભાગે બજેટ દરમિયાન કરેલી જાહેરાતોનો અમલ નથી કર્યો
17. વન વિભાગે 170 કરોડના અનુદાન સામે ફક્ત 37.84 કરોડ ખર્ચ્યા
18. આરોગ્ય વિભાગમાં ખર્ચનું આયોજન, અમલ અને વ્યવસ્થાપનનો અભાવ
19. દરેક વિભાગોની જરૂરિયાત પ્રમાણે બજેટ તૈયાર કરવાની જરૂર
20. યોજનાઓના અમલ અને દેખરેખ માટે યોગ્ય નિયંત્રણ પદ્ધતિની જરૂર

રાજ્ય સરકાર પાસે પર્યાપ્ત રોકડ સીલક હોવા છતાં ઋણ લેવામાં આવ્યું તેવું કેગના રિપોર્ટમાં કહેવાયુ છે.જેના કારણે રોકાણ હિસાબની રોકડમાં વધારો થયો છે.કેગના રિપોર્ટમાં કહેવાયું કે, રાજ્ય સરકારે મૂડી ખર્ચમાં વધારો કરવો જોઈએ.રાજ્ય સરકારે લાંબી મુદ્દતમાં ઋણનું ટકાઉ પૂર્ણ માળખું વિકસાવવા વિચારણા કરવી જોઈએ.રાજ્ય સરકારના હિસાબોમાં ખોટા વર્ગીકરણ જોવા મળ્યા.અંદાજ પત્ર બહારના નાણાંકીય વ્યવહારો પણ જોવા મળ્યાનો ઉલ્લેખ કરાયો છે.

હવે સંજય રાઉતે કંગનાને કહી Naughty Girl, ‘હરામખોર લડકી’ બાબતે કરી સ્પષ્ટતા
કડોદરા પોલીસે અંત્રોલી પાસેથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી
રાકેશ અસ્થાના : દિલ્હીના પોલીસ કમિશનર બનેલા ગુજરાતના એ અધિકારી, જે ‘મોદીના વહાલા’ કહેવાયા હતા
કઠોર નજીક તાપી નદીમાંથી અજાણ્યા બાળકની લાશ મળી આવી
પિતા રોજ કબ્રસ્તાનમાં જોતાં હતા રાહ,મૃત્યુના 23 દિવસ બાદ કબ્રમાથી બહાર આવી ગયો દીકરાનો મૃતદેહ
Share This Article
Facebook Email Print
Previous Article Breaking News : ખાલિસ્તાની સમર્થક અમૃતપાલે સરેંડર કરવા મુકી 3 શર્ત
Next Article કેગ રિપોર્ટ : ગુજરાત સરકારના હિસાબોમાં ખોટા વર્ગીકરણ, રૂપિયા હોવા છતાં દેવુ કરીને બોજ વધાર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up