ગુજરાત સરકારે સોમવારે વિધાનગૃહમાં ગુજરાત વિનિયોગ વિધેયક વિપક્ષની ગેરહાજરી પસાર કરાવતા વર્ષ ૨૦૨૦-૨૧નું અંદાજે રૂ. ૨.૧૭ લાખ કરોડનું બજેટ મંજૂર થઈ ચૂક્યું છે. રાજ્યના નાણાવિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમવારે ગૃહમાં સત્ર મોકૂફીનો પ્રસ્તાવ પસાર થયા બાદ વિનિયોગ વિધેયક મંજૂર કરાવતી વખતે જણાવ્યું હતું કે, એપ્રિલ-૨૦થી નવા બજેટના ખર્ચની મંજૂરી માટે આ વિધેયક પસાર કરવું અતિ જરૂરી છે.
આ પૂર્વે સોમવારે ગૃહમાં અન્ન અને નાગરિક પુરવઠો તેમજ ગ્રાહકલક્ષી બાબતોના વિભાગનું તથા પાણી પુરવઠા વિભાગની બજેટની માગણી ચર્ચા કરી પસાર કરાઈ હતી. જ્યારે બાકી રહેલા વિભાગોની મતપાત્ર માગણીઓ બહુમતીથી તેમજ વિધાનસભા-રાજભવનના ખર્ચા સહિતની બિનમતપાત્ર માગણીઓ ગિલોટિનથી પસાર કરાઈ હતી.
વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટની રજૂઆત વખતે ખેડૂતોના કોલ્ડ સ્ટોરેજ ઉપરનો હાલનો વીજકર ૨૦ ટકાથી ઘટાડી ૧૦ ટકા કરવાની, મંદિરો, મસ્જિદો, ચર્ચ, ગુરુદ્વારા, દેરાસર, અગિયારી જેવા ર્ધાિમક સ્થળો તેમજ કબ્રસ્તાન- દરગાહ- સ્મશાનગૃહ- સમાધિ જેવા સ્થળો ઉપરનો હાલનો વીજકર ૨૫ ટકાથી ઘટાડી ગ્રામીણ વિસ્તારોમાં ૧૫ ટકા કરવાની, ધર્મશાળાઓ ઉપરનો હાલનો ૨૫ ટકાથી ઘટાડી ગ્રામીણ વિસ્તારોમાં ૭.૫ ટકા અને શહેરી વિસ્તારોમાં ૧૫ ટકા કરવાની, ધર્મશાળાઓ ઉપરનો હાલનો ૨૫ ટકા વીજકર એચ.ટી. જોડાણવાળી ધર્મશાળાઓને ૧૫ ટકા તથા એલ.ટી. જોડાણ ધરાવનારી ધર્મશાળાઓને ૧૦ ટકા કરવાની તેમજ ૩૦ લાખ જેટલા નાના દુકાનદારો-વેપારીઓ-કારીગરોના એકમોને હાલનો ૨૫ ટકા વીજકર ઘટાડીને ૨૦ ટકા કરવાની જાહેરાત થઈ છે.
આ રૂ. ૩૩૦ કરોડની કરરાહતો સંદર્ભે વૈધાનિક પચારિકતા પૂર્ણ