અમદાવાદ : ગુજરાત સરકારે,‘ઓપ્ટિકલ ફાઈબર’અને‘મોબાઈલ ટાવર’પ્રસ્થાપિત કરવા માટે તેના ઇન્સ્ટોલેશન માટેની પરવાનગી આપતાં રાજ્યના તમામ વહીવટી વિભાગોની એક સંકલિત પોલિસી‘ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોલિસી-૨૦૨૨’જાહેર કરી છે.આ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી દ્વારા હવેથી અંડરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓવરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે Single Window Clearance પેટર્નથી ઇન્સ્ટોલેશન પરવાનગી મળતી થશે.પર્યાપ્ત બેન્ડવિથ સાથે એક મજબૂત માહિતી અને સંચાર ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા રાજ્યમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક અને ટેલિકોમ ટાવર સ્થાપિત કરવાની જરૂરિયાતોને ધ્યાને લેતાં ભારત સરકાર દ્વારા વર્ષ-૨૦૧૬માં‘Right of Way(ROW)POLICY’જાહેર કરવામાં આવી હતી.જેના અનુસંધાને ગુજરાત રાજ્યમાં પણ આ પોલિસીની જરૂરિયાતોને ધ્યાને લઇને આ નવી ROW પોલીસી તૈયાર કરવામાં આવી છે.
ગુજરાતમાં અલગ અલગ વહીવટી વિભાગો દ્વારા તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર(ઓપ્ટિકલ ફાઈબર)અને ઓવર ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર(મોબાઈલ ટાવર)પ્રસ્થાપિત કરવા અલગ-અલગ નીતિઓ અમલી હતી.સમગ્ર રાજ્યમાં ઓપ્ટિકલ ફાઈબર અને મોબાઈલ ટાવર પ્રસ્થાપિત કરવા કોઇ સંકલિત-સમાન નીતિ ન હતી.
પરિણામે,અગવડો દૂર કરવા રાજ્યમાં તમામ વહીવટી વિભાગોની આ બાબતે એક સંકલિત પોલીસી બનાવવા સંબંધિત વિભાગો સાથે પરામર્શ કરીને સમગ્ર રાજ્ય માટે અંડરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર(UTl)માટે અને ઓવરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર(OTl)માટેના ઇન્સ્ટોલેશન માટેની પરવાનગી આપવાની ભારત સરકારની નીતિને અનુરૂપ Single Window Clearance પેટર્ન મુજબ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-૨૦૨૨ની જાહેરાત કરવામાં આવી છે.