રાજ્ય સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ મેઇન્ટેનન્સ અને પાઇલોટ સહિત કેટલો ખર્ચ કર્યો તેની વિગત દરીયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા માગવામાં આવી હતી.છેલ્લા બે વર્ષ દરમિયાન 2019માં પ્લેન માટે 3 કરોડ 59 લાખ 92 હજાર 310નો ખર્ચ 2019માં હેલિકોપ્ટર માટે 3 કરોડ 41 લાખ 46 હજાર 540નો ખર્ચ અને 2020માં પ્લેન માટે 13 કરોડ 31 લાખ 32 હજાર 600નો ખર્ચ 2020માં હેલિકોપ્ટર માટે 3 કરોડ 36 લાખ 88 હજાર 620નો ખર્ચ કરવામાં આવ્યો છે.
ગીર વન વિસ્તાર માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે 100 કરોડ ફાળવ્યા
વર્ષ 2019માં કેન્દ્ર સરકારે માત્ર દોઢ કરોડની રકમ ફાળવી તો રાજ્ય સરકારે 43 કરોડની રકમ ફાળવી. 2020ના વર્ષમાં કેન્દ્ર સરકારે 11 કરોડ તો રાજ્ય સરકારે 51 કરોડની રકમ ફાળવી છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે વન્ય સંરક્ષણ અને સંવર્ધનના કામો માટે 100 કરોડ કરતા વધુની રકમ ફાળવવામાં આવી હતી.
રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં એકપણ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાને સરકારે નથી આપી મંજૂરી 2 વર્ષમાં રાજ્ય આ 446 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે.જયારે 20 સરકારી શાળાઓને મંજૂરી મળી છે.સૌથી વધુ અમદાવાદમાં 1728 અને રાજકોટમાં 1035 ખાનગી શાળાઓને મળી મંજૂરી.
રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં 18,537 ઓરડાઓની ઘટ હોવાની માહિતી વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલ જવાબ પર વિભાગ દ્વારા આપવામાં આવી હતી.સૌથી વધુ ઓરડાની ઘટ બનાસકાંઠા જિલ્લામાં 1555 ઓરડા તો દાહોદમાં 1477 જયારે પંચમહાલમાં 1194 ઓરડાઓની ઘટ રાજ્યના શિક્ષણ વિભાગે 2019-20માં માત્ર 994 ઓરડાઓ બનાવ્યા.લોકપાલની નિમણૂક થઇ નહીં.
યુજીસીના નિયમ પ્રમાણે રાજ્યને 31 જાન્યુઆરી 2020ની સ્થિતિ સુધી યુનિવર્સિટીઓમાં લોકપાલની નિમણૂક થઇ નથી.પુરતા પ્રમાણમાં યોગ્ય ઉમેદવાર ન મળતા લોકપાલની નિમણૂક ન થઇ હોવાનું વિધાનસભાની પ્રશ્ર્નોતરીમાં ખુલે છે.યુનિવર્સિટીઓમાં લોકપાલ નિમણૂક પુન: જાહેરાત આપવાનો ઠરાવ સમિતિ દ્વારા કરવામાં આવ્યો હોવાનું કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતના પ્રશ્ર્નોનો લેખિત જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે.