– ટુ વ્હીલર માટે રૂ.20 હજાર સુધીની સબસીડી
– થ્રી વ્હીલર માટે રૂ.50 હજાર સુધીની સબસીડી
– ફોર વ્હીલર માટે રૂ.1.50 લાખ સુધીની સબસીડી
– ચાર્જિગ સ્ટેશન બનાવવા માટે પણ સબસીડી
– હાઇવે પર ઇલે.વ્હિકલ ચાર્જિગ માટે કરાશે વ્યવસ્થા
– 500 ઇલે.વાહનની બેટરી ચાર્જ કરવા ચાર્જિંગ સ્ટેશન બનાવાશે
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધારાથી કંટાળી ગયેલી જનતા માટે રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક મોટું નિવેદન આપ્યુ છે.આપને જણાવી દઇએ કે, આજે રાજ્ય સરકારે નવી ઇલેક્ટ્રિક વાહન પોલીસીની જાહેરાત કરી છે.
રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએે કહ્યુ કે, જનતાને પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધારાથી રાહત આપવા માટે અને રાજ્યને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે સરકારે નવી ઇલેક્ટ્રિક વાહન પોલીસીની જાહેરાત કરી છે.તેમણે કહ્યુ કે, ગુજરાત પ્રદૂષણ મુક્ત પહેલુ રાજ્ય બનશે.તદઉપરાંત સબસીડી આપી ઇલેક્ટ્રિક વ્હીકલને સસ્તા બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. CM રૂપાણીએ વધુમાં કહ્યુ કે, ટુ વ્હીલર માટે રૂપિયા 20 હજાર સુધીની સબસીડી આપવામાં આવશે,જ્યારે થ્રી વ્હીલર માટે રૂપિયા 50 હજાર સુધીની સબસીડી અને ફોર વ્હીલર માટે રૂપિયા 1.50 લાખ સુધીની સબસીડી જાહેર કરવામાં આવી છે. CM રૂપાણીએ જણાવ્યું કે, ‘હોટલો પાસે ચાર્જિંગ સ્ટેશન કરવાનું સરકારનું આયોજન છે. રાજ્યમાં 250 ચાર્જિંગ સ્ટેશન મંજૂર થયેલા છે. 500 જેટલાં ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાશે.ઇલેક્ટ્રિક વ્હીકલો માટે પ્રતિ કિલો વોટ સબસિડી અપાશે. પોલીસી 4 વર્ષ માટે માન્ય ગણાશે.’