By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાત સરકાર પેપરલીકને લઈ કડક કાયદો લાવશે, પેપર ફોડનારને 1 કરોડનો દંડ અને 10 વર્ષની સજા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગુજરાત સરકાર પેપરલીકને લઈ કડક કાયદો લાવશે, પેપર ફોડનારને 1 કરોડનો દંડ અને 10 વર્ષની સજા
GandhinagarGeneral

ગુજરાત સરકાર પેપરલીકને લઈ કડક કાયદો લાવશે, પેપર ફોડનારને 1 કરોડનો દંડ અને 10 વર્ષની સજા

HM News
Last updated: 16/02/2023 11:53 AM
HM News
2 years ago
Share
SHARE

– પરીક્ષામાં ચોરી કરનારને 3 વર્ષની સજા અને 1 લાખના દંડની જોગવાઈ
– આગામી વિધાનસભાના બજેટ સત્રમાં સરકાર આ કાયદાનું બિલ રજૂ કરી શકે છે

ગાંધીનગર, 16 ફેબ્રુઆરી 2023 ગુરૂવાર : ગુજરાતમાં પેપરલીકની ઘટનાઓને રોકવા માટે સરકાર હવે કડક કાયદો લાવવા જઈ રહી છે.આગામી વિધાનસભાના બજેટ સત્રમાં સરકાર આ કાયદાનું બિલ રજૂ કરી શકે છે.આ બિલમાં પરીક્ષામા ચોરી કરનારને ત્રણ વર્ષની સજા અને એક લાખનો દંડ તથા પેપર ફોડનારને ઓછામાં ઓછો એક કરોડ રૂપિયાનો દંડ અને 10 વર્ષની સજાની જોગવાઈ રાખવામાં આવી છે.આ બીલ ધારાસભ્યોને આપી દેવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

1 કરોડ રૂપિયા સુધીના દંડની કડક જોગવાઈઓ

સરકાર પેપરલીક મામલે કડક કાર્યવાહી કરવા માંગે છે.પેપર લીક જેવા કૌભાંડને લઈને સરકાર સામે સવાલો થઈ રહ્યાં છે.નવા કાયદામાં ભરતી પ્રક્રિયામાં સામેલ તમામ સરકારી અને બિનસરકારી સભ્યોની બેદરકારી બદલ કડક સજાની જોગવાઈ કરાઇ છે.જેમાં આરોપીઓ સામે 10 વર્ષની કેદની જોગવાઈઓ સાથે 1 કરોડ રૂપિયા સુધીના દંડની કડક જોગવાઈઓ સાથે નવો કાયદો વિધાનસભામાં પસાર થઈ શકે છે.સરકારે પરીક્ષામાં થતી ગેરરીતિઓ અટકાવવા માટે,સામાન્ય લોકોનો વિશ્વાસ કેળવવા અને ટકાવી રાખવા તેમજ જાહેર ભરતી પરીક્ષામાં બિન-વિવાદાસ્પદ વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે આ કાયદો અમલમાં લાવવાની તૈયારીઓ કરી છે.

પેપર લીક કરનાર સામે બિન જામીનપાત્ર ગુનો

વિધાનસભા ગૃહમાં વિધેયક લાવવામાં આવશે.આ વિધેયકમાં એવી જોગવાઈ હશે જેમાં પેપર ફોડનારા આરોપીની મિલકત જપ્ત કરી નુકસાનની ભરપાઈ કરાશે.દોષિત પરીક્ષાર્થી 2 વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે.તે ઉપરાંત પેપર લીક કરનાર સામે બિન જામીનપાત્ર ગુનો દાખલ થશે

વિદ્યાર્થીઓના ભાવિ સામે અનેક પ્રશ્નો ઉભા થયા

પેપર લીકની અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે સતત બનતી આ ઘટનાઓના કારણે વિદ્યાર્થીઓના ભાવિ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.સરકારને લોકોના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે.મોટા હોદ્દેદારો કે જેઓ બદલાય છે પરંતુ પદ્ધતિ ના બદલાતી હોવાથી આ પ્રકારની ઘટનાઓ સતત બનતી રહે છે ત્યારે આ ઘટનાઓ સામે અનેક સવાલો પણ પરીક્ષા મામલે ઉભા થયા છે.

જેતપુર પીઠડિયા ટોલપ્લાઝા પર નવા કોન્ટ્રાકટર દ્વારા ટોલટેકસની ઉઘાડી લૂંટ
ભારત સરકારના ‘ભ્રમ’ના કારણે પેદા થયું કોરોના સંકટ : અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન
૨૫મીથી હવાઇ સેવા શરૂ : રાજકોટ બાકાત : ભારે નારાજી
ગુજરાત : હવે 40 હજારના કિંમતી ઇન્જેક્શન વડે કોરોના મટી જશે !!
કોરોનાથી ભારતને રૂ.9 લાખ કરોડનો ફટકો
Share This Article
Facebook Email Print
Previous Article બાલાસિનોરમાં પૂરપાટ જતી કાર લગ્નના વરઘોડામાં ઘૂસી : બેના મોત
Next Article 9/11ના હુમલામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ખૂંખાર આતંકી બન્યો અલ કાયદાનો નવો વડો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up