ધોરણ 10 ની પરીક્ષા લેવાશે જ…. ધોરણ 1 થી 9 માં કોઈને માસ પ્રમોશન આપવામાં નહીં આવે… તેવી ધૂમ ધડાકાભેર જાહેરાત કરીને છેલ્લી ઘડીએ પરીક્ષા નહીં લેવાના નિર્ણયની જાહેરાત કરનાર ગુજરાત સરકાર હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 12ની પરીક્ષામાં પણ યુ-ટર્ન લે તેવી શક્યતા છે.થોડા સમય પહેલા ધોરણ12ની પરીક્ષા સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ગુજરાતે પોતે પરીક્ષા લેવા માટે તૈયાર છે તેમ જણાવ્યું હતું પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એક્ઝામિનેશન (સીબીએસઈ)ની ધોરણ 12 ની પરીક્ષા અહીં લેવાય તેવી જાહેરાત કરતા હવે ગુજરાત સરકાર પણ આ મામલે યુ ટર્ન લે એવી સંભાવના પ્રબળ બની છે.આ અગાઉ ગુજરાત સરકાર ધોરણ 10 ની પરીક્ષા રદ કરવાની અને ધોરણ 1 થી 9 સુધી માસ પ્રમોશન ની જાહેરાત કરી દીધી છે કોલેજના વિદ્યાર્થીઓને મેરીટ બેઈઝ પ્રમોશન આપવાની પણ જાહેરાત થઈ ચૂકી છે અને હવે ધોરણ 12 ની પરીક્ષાનું પણ બારમું થઈ જાય એવું વાતાવરણ ઉભું થયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીબીએસઈ ધોરણ 12 ની પરીક્ષા નહીં લેવાય તેવી જાહેરાત કયર્િ બાદ બદલાયેલી પરિસ્થિતી ની ચચર્િ કરવા અને સમિક્ષા માટે કેબિનેટની આજે સવારે ગાંધીનગર ખાતે શરૂ થયેલી બેઠકમાં ચર્ચા વિચારણા શરૂ થઈ છે.
કોરોનાની વર્તમાન મહામારીમાં પરીક્ષા કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા વધુ મહત્વની છે અને તેને પ્રાથમિકતા આપવી જોઈએ એવી વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે.ગુજરાતમાં ધોરણ 12 ની પરીક્ષા લેવાશે તેવી સરકારે અગાઉ જાહેરાત કરી છે એટલું જ નહીં ગઈકાલે સાંજે ધોરણ 12ની પરીક્ષાનો વિસ્તૃત કાર્યક્રમ પણ બોર્ડ દ્વારા જાહેર કરી દેવાયો છે. ધોરણ 10 રીપીટર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરીક્ષા કાર્યક્રમ ગઇકાલે જાહેર કરીને તારીખ 1 જુલાઈથી આ પરીક્ષા શરૂ થશે તેની બોર્ડે સત્તાવાર જાહેરાત કરી છે.હવે આ પરીક્ષા લેવાશે કે નહીં તેનો નિર્ણય આજે કેબિનેટમાં કરવામાં આવશે બોર્ડની આ પરીક્ષામાં ગુજરાતમાં કુલ 10 લાખ 45 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે.ધોરણ 10માં 3.80 લાખ વિદ્યાર્થીઓ રીપીટર તરીકે નોંધાયા છે જો પરીક્ષા નહીં લેવાય તો આવા વિદ્યાર્થીઓનું શું કરવું તે મોટો પ્રશ્ન છે અને આ બાબતે પણ આજે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાશે.
બોર્ડના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ સામાન્ય પ્રવાહના 6.92 લાખો વિદ્યાર્થીઓ નોંધાયા છે.


