– શ્રમ કાનુનમાં ફેરફારો સામે યુનિયનો અને ૮ જેટલા રાજકીય પક્ષો લાલઘૂમ : રાષ્ટ્રપતિને ફરીયાદ : કામદારોનું શોષણ વધવાનો આરોપઃ સરકાર કહે છે અર્થતંત્રને વેગ મળશે : નવુ રોકાણ આવશે
નવી દિલ્હી : કોરોના વાયરસના કારણે લોકડાઉન વચ્ચે અનેક કંપનીઓએ છટણી શરૂ કરી છે.એવામાં ૩ રાજયોએ લેબર લોમાં ફેરફારો કર્યા છેે કે જેથી લોકોને નોકરીઓ મળે અને સાથોસાથ રોકાણ પણ થાય.સરકાર માને છે કે આ પગલાથી અટકી ગયેલી ઇકોનોમીને વેગ મળશે પરંતુ ટ્રેડ યુનિયનોએ અને અનેક પક્ષોએ તેનો વિરોધ કર્યો છે.યુપી,મ.પ્રદેશ અને ગુજરાતે લેબર લોમાં ફેરફાર કર્યા છે.સરકાર તેને સારૂ પગલુ ગણાવી રહી છે પરંતુ દરેક આની સાથે સંમત નથી.એવી શંકા છે કે આનાથી શ્રમીકનું શોષણ થશે.એટલું જ નહિ સરકારોએ કામ કરવાના કલાકોમાં ૪ કલાક વધારી દીધા છે એટલે કે પહેલા સપ્તાહમાં ૪૮ કલાક હતા તેને બદલે હવે ૭ર કલાક થઇ જશે.સરકારનો તર્ક છે કે જે લેબર ઓવર ટાઇમ કરવા ઇચ્છશે તે કરી શકશે.પરંતુ યુનીયનોને ડર છે કે આ બધા માટે નિયમ થઇ જશે સરકારોનું કહેવું છે કે આનાથી કંપનીઓને કામકાજના કલાકો બદલવાની પરવાનગી મળી જશે.
કલાક બદલવાની પરવાનગી મળી જશે જેનાથી રોકાણ આવશે અને અટકેલો બીઝનેસ ફરીથી શરૂ થશે એટલે કે કંપનીઓએ વધુ ફાયદો છે અને મજુરો કે કર્મચારીઓને ઓછો.હવે બાકીના રાજયો પણ આ માર્ગે ચાલશે.ડાબેરીઓ સહીત ૭ પક્ષોએ રાષ્ટ્રપતિને પત્ર લખી શ્રમ કાનુનોમાં ફેરફાર પર વિરોધ નોંધાવ્યો છે.તેઓનું કહેવું છે કે આનાથી કામદારો ઉપર વધારાનો બોજો પડશે અને કંપનીઓની મનમાની વધશે.આ શ્રમ કાનુનો નુકશાની વધારશે. તેઓનું કહેવું છે કે હવે રોજ ૮ કલાકને બદલે ૧ર કલાક એટલે કે ૪ કલાક વધુ કામકાજ શ્રમીકે કરવું પડશે.મજબુરીમાં કર્મચારીએ વધુ કલાકો કામ કરવું પડશે.


