ગુજરાત માટે સારા કહી શકાય તેવા મહત્વનાં સમાચાર સામે આવી રહ્યા છે.કોરોનાનાં કારણે લાંબા સમયથી બંઘ ગુજરાત હાઇકોર્ટ 16 સપ્ટેમ્બરથી ખુલી જશે.જો કે,હાઇકોર્ટ ખુલવાની જાહેરની સાથે સાથે કોવિડના નિયમો મુદ્દે હાઇકોર્ટે SOP પણ જાહેર કરી છે.કોર્ટ હાલમાં કોરોના સંદર્ભે કડક નિયમો સાથે આંશિક રીતે ખુલશે. એડવોકેટ ચેમ્બર, કોમન રૂમ અને કેન્ટીન તો હાલ પણ બંધ જ રહેશે.કોર્ટમાં સુનાવણી સમયે જ અરજદારને કોર્ટરૂમમાં પ્રવેશ મળશે અને કોર્ટમાં પ્રવેશનારા તમામનું થર્મલ સ્ક્રીનીંગ કરાશે.સાથે જ કોર્ટમાં પ્રવેશતા તમામ લોકોને ચુસ્ત પણે કોરોનાની માર્ગદર્શીકાનું પાલન કરવાનું રહેશે.


