સુરત ; ઓર્ગેનાઇઝડ ક્રાઇમમાં ગુજસીટોકના કાયદા હેઠળના ગુનામાં શહેરનાં માથાભારે આસીફ ટામેટા સહિત ત્રણ આરોપીઓની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી છે. આ પહેલાં ટામેટા ગેંગના 7 આરોપીની ધરપકડ કરાઇ હતી.
રિંગરોડની માર્કેટોમાં ખંડણી,અપહરણ,મારામારી,હત્યા અને લૂંટ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર મુજફફરઅલી ઉર્ફે આસીફ ટામેટા સૈયદ એન્ડ ટોળકીની સામે સુરત સહિત દેશભરમાં સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલા છે સુરત શહેરમાં આસીફ ટામેટાની ગેંગનો આંતક વધી ગયો હતો.લાજપોર જેલમાંથી સૂત્રધાર મુજફફરઅલી ઉર્ફે આસીફ ટામેટા સૈયદ,સમીર ઉર્ફે સમીર ચુહા સલીમ શેખ અને મહમદ આમીર ઉર્ફે છોટા શેખની કબજો લઈ ક્રાઇમબ્રાંચે ધરપકડની કાર્યવાહી કરી છે.