કામરેજ તાલુકાના સહકારી રાજકારણનું કેન્દ્ર બિંદુ ગણાતી કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના વ્યવસ્થાપક સભ્યો માટે 19 ડિસેમ્બરે મતદાન બાદ 20 ડિસેમ્બરે મતદાન ગણતરી થઇ હતી. 18 બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં 5 બેઠકના ઉમેદવારો બિનહરીફ થયેલા જેમાંના 4 ઉમેદવારે અશ્વિનભાઈને સમર્થન કરતા સાથે બાકીની 13 બેઠક માટે થયેલા મતદાનમાં 11 ઉમેદવારો સાથે અશ્વિનભાઈ પટેલ વિજેતા થયા,જયારે વર્તમાન પ્રમુખ જયેશ પટેલની હાર થઈ હતી.
પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવાની હોય વિજેતા પેનલના સારથી અશ્વિન પટેલ પ્રમુખપદ માટેના માત્ર દાવેદાર હોવાથી ગુરૂવારે કામરેજ સુગર ખાતે પ્રથમ બેઠકમાં સંસ્થાના છઠ્ઠા પ્રમુખ પદે અશ્વિન પટેલની વરણી નક્કી છે,જયારે ઉપપ્રમુખ પદ માટેની જવાબદારી અશ્વિન પટેલ અને નવીનભાઈ પટેલને સોપી હોઈ મળતી માહિતી મુજબ ઓલપાડની બેઠકો પરથી ચૂંટાયેલા ડિરેક્ટરો પૈકી કોઈ એકની પસંદગી નક્કી છે.


