અમદાવારના ઘાટલોડિયા વિસ્તારમાંથી ભાજપ દ્વારા છેલ્લી સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.આજે ઘાટલોડિયા વિસ્તરમાં કેન્દ્રિય ગૃહમંત્રી દ્વારા જંગી સભાને સંબોધન કરવામાં આવ્યું હતું.જે બાદ અમિત શાહને સાથે રાખીને ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી ફોર્મ ભરવા માટે નિકળ્યા છે.આજે તેઓ અમિત શાહની હાજરીમાં પોતાનું નામાંકન ભરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યુલગ ફૂકાઇ ચુક્યું છે.ભાજપ દ્વારા અમદાવાદના ઘાટલોડિયા બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપી છે.આજે ગૃહમંત્રી અમિત શાહને સાથે રાખીને ભૂપેન્દ્ર પટેલ તેમનું ચૂંટણી ફોર્મ ભરવા નિકળ્યા છે.નિકળતા પહેલા ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સભાનું આયોજન કર્યું હતું.જેમાં અમિત શાહે હાજર લોકોને સંબોધન કર્યું હતું.જે બાદ મોટી રેલી સ્વરૂપે બંને ચૂંટણી ફોર્મ ભરવા માટે નિકળ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, ઘાટલોડિયા બેઠક પરથી કોંગ્રેસે રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞીકને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.ગુજરાતમાં જે બેઠકોના પરિણામ પર સૌ કોઇની ખાસ નજર રહેશે, તે પૈકી એક ઘાટલોડિયા બેઠક છે.


