ગાંધીનગર : ગૃહમંત્રી અમિત શાહ રવિવાર અને સોમવાર એમ બે દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે, અમદાવાદ- સરખેજ હાઈવે વિસ્તૃતિકરણ પ્રોજેક્ટ હેઠળ રાજ્યના માર્ગ મકાન વિભાગે બનાવેલા વૈષ્ણોદેવી જંકશન અને ખોડીયાર કન્ટેનર ડેપો ઉપરના એમ બે ફ્લાય ઓવરનું ૨૧ જૂનને સોમવાર તેમના હસ્તે લોકાપર્ણ કરવામાં આવશે.તેમના ગાંધીનગર સંસદિય ક્ષેત્રમાં કલોલ ખાતે છઁસ્ઝ્રના નવા પ્રકલ્પ તેમજ નજીકમાં પાનસર ખાતે રેલ્વે ઓવર બ્રીજનું પણ લોકપર્ણ કરશે. SG હાઉવે ઉપર વૈષ્ણોદેવી જંકશને રૂ.૨૬ કરોડના ખર્ચે ૧.૨ કિ.મી.નો ફ્લાય ઓવર બ્રિજ તેમજ ખોડીયાર કન્ટેનર ડેપો જવા નીચેથી અંડરબ્રીજ અને ઉપર ૮૦૦ મીટરના લાંબા ફ્લાયર ઓવર માટે રૂ.૧૪ કરોડનો ખર્ચ થયો છે.આ બેઉ બ્રીજ ઉપર હાલમાં સ્ટ્રીટ લાઈટ બેસાડી ચાલુ કરવાનું છેલ્લુ કામ ચાલી રહ્યુ છે.ગૃહમંત્રી અમિત શાહ આ બેઉ બ્રીજના લોકાપર્ણ બાદ કલોલ ખાતે નાની એવી સભા યોજે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.તદ્ઉપરાંત તેઓ ગાંધીનગર મતક્ષેત્રમાં ચાલતા વિકાસના કામો સંદર્ભે અધિકારીઓ સાથે,બાદમાં સરકાર અને ભાજપ સંગઠન સાથે પણ બેઠક યોજશે તેમ મનાય છે.
ભરૂચ ખાતે નર્મદા મૈયા બ્રિજનું ટૂંક જ સમયમાં લોકાર્પણ થશે : ડે.CM
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુરૂવારે ભરૂચ,ખેડા જિલ્લાના રૂ.૧૫૮ કરોડના ત્રણ વિકાસના કામોનું ગાંધીનગરથી વર્ચ્યુઅલી ખાતમૂર્હત અને લોકાપર્ણ કર્યુ હતુ.ઔદ્યોગિક ક્ષેત્ર અંકલેશ્વર ખાતે ગડખોલ સુધીના રૂ.૮૪ કરોડના ખર્ચે આકાર પામેલા રેલ્વે ભરૂચ ઓવરબ્રિજનું લોકાપર્ણ કરતા તેમણે કહ્યુ કે ભરૂચ ખાતે નર્મદા મૈયા બ્રીજનુ પણ ટૂંક જ સમયમાં લોકાપર્ણ થશે.ગડખોલ રેલ્વે લાઈન ઉપર રોજની ૧૦૦થી ૧૫૦ ટ્રેન પસાર થતી હતી.અહીં, ઓવરબ્રીજ બનતા નાગરીકોને રાહત થશે.નીતિન પટેલે ડાકોરમાં રૂ.૭૩ કરોડના ખર્ચે આકાર પામનારા ઓવરબ્રીજનું ખાતમૂર્હત પણ કર્યુ હતુ.