નવી દિલ્હી : ગૃહ મંત્રાલયે બબ્બર ખાલસા ઈંટરનેશનલ નેતા વાધવા સિંહ સહિત 9 લોકોને આતંકવાદી જાહેર કર્યા છે.મંત્રાલય તરફથી જાહેર કરાયેલા એક નિવેદન મુજબ પાકિસ્તાનના આતંકી સંગઠન શિખ યૂથ ફેડરેશનના ચીફ લખબીર સિંહને પણ આતંકીના લિસ્ટમાં નાખ્યા છે.આ 9 લોકોને ગેરકાયદેસર પ્રવૃતિ અધિનિયમ ( UAPA એક્ટ 1967 ) અંતર્ગત આંતકી જાહેર કર્યા છે.ગત વર્ષએ સપ્ટેમ્બરમાં તેને લાગૂ કરી કેન્દ્ર સરકારે ચાર લોકોને આતંકી જાહેર કર્યા હતા.જેમાં મૌલાના મસૂદ અઝહર,હાઝિઝ સઈદ,જકી ઉર રહેમાન લખવી અને દાઉદ ઈબ્રાહિમના નામ સામેલ હતા.
એક નિવેદનમાં જણાવ્યા અનુસાર આ તમામ 9 લોકો સરહદ પર અને વિદેશી ધરતી પર આતંક સાથે જોડાયેલી અલગ અલગ પ્રવૃતિમાં સામેલ હતા.દેશમાં અસ્થિરતા ફેલાવવા અને નાપાક હરકતોથી પંજાબમાં ઉગ્રવાદ ફેલાવવા તથા ખાલિસ્તાન આંદોલનમાં સામેલ થવા જેવા કૃત્યોનો ઉલ્લેખ થયેલો છે.
આતંકી જાહેર થયેલાના નામ આ મુજબ છે
1 વાધવા સિંહ બબ્બર- પાકિસ્તાનના આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનના નેતા
2 લખબીર સિંહ- પાકિસ્તાન સ્થિત મુખ્ય આતંકી સંગઠન ઈન્ટરનેશન શિખ યૂથ ફેડરેશન ચીફ
3 રણજીત સિંહ- પાકિસ્તાનના આતંકવાદી સંગઠન ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સના મુખ્ય નેતા
4 પરમજીત સિંહ-પાકિસ્તાનના આતંકવાદી સંગઠન ખાલિસ્તાન કમાંડો ફોર્સના પ્રમુખ
5 ભૂપિંદર સિંહ ભિંડા- જર્મનીના આતંકી સંગઠન ખાલિસ્તન જિંદાબાદ ફોર્સના મુખ્ય સભ્ય
6 ગુરમિત સિંહ બગ્ગા-જર્મનીના આતંકી સંગઠન ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સના મુખ્ય સભ્ય
7 ગુરપતવંત સિંહ પન્નૂન- અમેરિકામાં ગેરકાયદેસર એસોશિયન સિખ ફોર જસ્ટિસના મુખ્ય સભ્ય
8 હરદિપ સિંહ નિજ્જર- કેનેડામાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સના પ્રમુખ
9 પરમજીત સિંહ-બ્રિટેનના બબ્બર ખાલસા ઈંન્ટરનેશનલના ચીફ

