By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગૃહ રાજ્યમંત્રીની સંપત્તિમાં અધધધ વધારો : રાજ્યમાં સૌથી વધારે વિકાસ પાટીલના આ નજીકના નેતાએ કર્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ગૃહ રાજ્યમંત્રીની સંપત્તિમાં અધધધ વધારો : રાજ્યમાં સૌથી વધારે વિકાસ પાટીલના આ નજીકના નેતાએ કર્યો
GeneralGujarat NowPolitics

ગૃહ રાજ્યમંત્રીની સંપત્તિમાં અધધધ વધારો : રાજ્યમાં સૌથી વધારે વિકાસ પાટીલના આ નજીકના નેતાએ કર્યો

HM News
Last updated: 16/11/2022 8:32 AM
HM News
3 years ago
Share
SHARE

ગુજરાતના ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી અને તેમના પત્નીના નામે ૨૦૧૨ માં કુલ ૧.૨૨ કરોડની મિલ્કત એફીડેવીટ સ્વરૃપે રજુ થઇ હતી.આ રકમમાં ૨૦૨૨ ની ચૂંટણીમાં અનેક ગણો વધારો થઇને સંધવી દંપતિની મિલ્કત ૧૬.૪૮ કરોડ પર પહોંચી છે.જેમાં ગૃહ રાજય મંત્રીના ગૃહમંત્રી એવા તેમની પત્નીના નામે દસ વર્ષમાં સંપતિમાં અનેક ગણો વધારો થઇને ૨૦૨૨ માં ૧૧.૬૩ કરોડની સંપતિના માલિક બન્યા છે.

પંચ દ્વારા ઉમેદવારોએ ફરજિયાત એફીડેવીટ રજુ કરવાની હોય

વિધાનસભાની ચૂંટણીમાં પંચ દ્વારા ઉમેદવારોએ ફરજિયાત એફીડેવીટ રજુ કરવાની હોય છે.જેમાં ઉમેદવાર અને તેમના પત્ની કે પતિની સંપતિ પણ રજુ કરવાની હોય છે.આ સંપતિમાં રોકડ રકમ,થાપણ,શેર,અન્ય રોકાણ કે પછી સ્થાવર જંગમ મિલ્કત રજુ કરવાની હોય છે.મજુરા વિધાનસભામાંથી ભાજપમાંથી ચૂંટણી લડનારા રાજયના ગૃહ મંત્રી હર્ષ સંધવી ૨૦૧૨ની ચૂંટણી લડતી વખતે જે એફીડેવીટ રજુ કરી હતી.જેમાં તેમના નામે ૧.૧૩ કરોડ અને પત્નીના નામે ૯.૧૯ લાખની મિલ્કત દર્શાવી હતી.

કુલ મિલ્કતનો આંકડો ૧૬.૪૮ કરોડ પર પહોંચ્યો

જયારે ૨૦૨૨ ની ચૂંટણીમાં રજુ કરેલી એફીડેવીટમાં તેમના નામે ૫.૩૯ કરોડ અને પત્નીના નામે ૧૧.૬૩ કરોડ મળીને દંપતીની કુલ મિલ્કતનો આંકડો ૧૬.૪૮ કરોડ પર પહોંચ્યો છે.આમ ૨૦૧૨ માં ૧.૨૨ કરોડથી દંપતિની આવક દસ વર્ષમાં અનેક ગણી વધીને ૧૬.૪૮ કરોડ થઇ છે. ૨૦૨૨ની એફીડેવીટમાં પત્નીના નામે ૧૦.૫૧ કરોડના શેરમાં રોકાણ બતાવ્યું છે.તો તેઓ ત્રણ કરોડના ફલેટ વસાવ્યો છે.જોકે આ દંપતિના નામે બાકી કે જવાબદારી લેણામાં ૬.૧૦ કરોડ રજુ થયા છે.

હર્ષ સંધવીના પત્નીની હીરા ઉદ્યોગના આરૃષ જેમ્સ,શેર મ્યુચ્યલ ફંડના રોકાણ અને બેન્ક ખાતાના વ્યાજની આવક હોવાનું એફીડેવીટમાં રજુ કર્યુ છે.તો ૨૦૧૧ ની સાલમાં સંસદ ભવન ખાતે ગેટ નં.૮ પર ભારતીય પ્રદેશ યુવા મોરચા ગુજરાતના લીડર તરીકે પ્રદર્શન કરીને નારેબાજી કરતા હર્ષ સંધવીને ૧૪૪ના ભંગ બદલ ૧૮૮ મુજબનો ગુનો દાખલ થયો હતો.અને તેમાં તેમને દંડ થયો હતો.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પત્નીનું શેરબજારમાં 10.51 કરોડનું રોકાણ

ગુજરાત સરકારમાં સૌથી નાની વયે ગૃહ રાજ્યમંત્રી બનેલા સુરત મજૂરાના સિટીંગ એમ.એલ.એ. અને હાલના ઉમેદવાર હર્ષ સંઘવીએ ઉમેદવારીપત્રની સાથે રજૂ કરેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમની પાસે કુલ સંપત્તિની કિંમત અંદાજે રૂ.5.39 કરોડની થવા જાય છે.હર્ષ સંઘવીએ કુલ 2.21 કરોડ રૂપિયાની લોન લીધી હોવાનો નિર્દેશ પણ એફિડેવિટમાં કર્યો છે.જોકે, તેમણે તેમની એફિડેવિટમાં તેમની પત્ની પ્રાચી સંઘવી પાસે હાથ ઉપર એક કરોડની રોકડ,શેરબજારમાં 10.51 કરોડનું રોકાણ મળી કુલ 11.08 કરોડની સંપત્તિ દર્શાવી છે.તદુપરાંત રિશી રાજેન્દ્ર શાહ પાસે 6.10 કરોડની લોન લીધી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

ભાજપના પ્રવિણ ઘોઘારીની આવક રૃા.૩.૬૨ કરોડ, કિશોર કાનાણીની રૃા.૮૩.૫૫ લાખ ઘટી

સુરત શહેરની ૧૨ બેઠકો પરથી જે એફીડેવીટો આવી રહી છે તેનો અભ્યાસ કરતા ૨૦૧૭ ની સુરતની કરંજ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રવિણ ઘોઘારીએ સ્થાવર,જંગમ,તેમજ રોકાણ,ડીપોઝીટ,જવેરાત સહિત મિલ્કત કુલ રૃા.૪.૮૩ કરોડની બતાવી હતી.આ સામે ૩.૯૬ કરોડની લોન કે જવાબદારી પણ હતી.જયારે ૨૦૨૨ ની ચૂંટણીમાં કુલ સંપત્તિ રૃા.૧.૨૧ કરોડની જ રજુ થઇ છે.આમ ૨૦૧૭ કરતા ૨૦૨૨ માં મિલ્કત ૩.૬૨ કરોડ ઘટી છે.જો કે તેમની લોન કે જવાબદારી જે હતી તે ૨૦૧૭ માં ૩.૯૬ કરોડથી ઘટીને આ વખતે ૩૩.૬૭ લાખ થઇ છે.તો વરાછા બેઠકના ભાજપના ઉમેદવાર કિશોર કાનાણીની ૨૦૧૭માં રૃા.૧.૮૮ કરોડ હતી.જેમાં રૃા.૮૩.૫૫ લાખનો ઘટાડો થઇને રૃા.૧.૦૫ કરોડ થઇ હોવાનું તેમની ૨૦૨૨ની એફીડેવીટ જોતા જાણવા મળ્યું છે.

52 કરોડની સંપત્તિ ઘરાવતા કાંતિ બલર સુરતના સૌથી ધનવાન ઉમેદવાર

સુરત ઉત્તરના સિટીંગ ધારાસભ્ય અને હાલના ભાજપાના સુરતના સૌથી ધનિક ઉમેદવાર તરીકે ગણાય તેમ છે.માત્ર 4 ધોરણ પાસ કાંતિ બલર પાસે કુલ સંપતિ રૂ.52 કરોડ 14 લાખ 65 હજારથી વધુની છે.સુરતના એક મોટા ગજાના હીરા ઉદ્યોગપતિના પારિવારક સભ્ય થાય છે.કાંતિ બલર ક્યારેય જાહેર સમારોહમાં ભાષણ આપતા દેખાયા નથી કે નથી તેમનો એકેય વિડીયો કોઇની પાસે.

ભાજપાના ઉમેદવાર તરીકે કરંજ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારીપત્રકની સાથે પ્રવીણ ઘોઘારીએ પોતાની સંપતિ અંગેનું સોગંદનામું રજૂ કર્યું છે,જેમાં 2017માં પ્રવીણ ઘોઘારીએ પોતાની પાસે 4.20 કરોડની જંગમ અસ્કયામત હોવાનું જણાવ્યું હતું,જે 2022માં ઘટીને 85.89 લાખ થઇ ગઈ છે. 2017માં જમીન, મકાન,ઓફિસ પેટે રૂ.63.30 લાખની રકમ દર્શાવનાર પ્રવીણ ઘોઘારીની આ મિલ્કતો પણ ઘટીને રૂ.35.28 લાખ થઇ ગઇ છે.એવી જ રીતે 2017માં પ્રવીણ ઘોઘારી પાસે બે મોટરકાર હતી જે હવે ફક્ત એક રહી છે. 2017માં આપેલી લોન તરીકે 4 કરોડ 1 લાખ જેટલી માતબર રકમ દર્શાવનાર પ્રવીણ ઘોઘારીની એફિડેવિટમાં આ વખતે આપેલ લોનનો કોઇ જ ઉલ્લેખ નથી કરાયો. 2017માં પ્રવીણ ઘોઘારી પાસે હાથ પર રોકડ ફક્ત 9 લાખ રૂપિયા હતી, જે આ વખતની એફિડેવીટ મુજબ હાથ પર રોકડ રૂ.72.38 લાખ બતાવવામાં આવી છે.

આ ઉપરાંત આમ આદમી પાર્ટીના ઓલપાડ બેઠકના ઉમેદવાર ધાર્મિક માલવિયાની સંપતિના નામે તેમની પાસે તમામ સાધનો,સ્ત્રોત મળીને ફક્ત રૂ.10.65 લાખ રૂપિયા છે.તેમની સામે 7 પોલીસ કેસ પેન્ડીંગ છે આ તમામ કેસો પાટીદાર આંદોલન કે એ પછીના સમયમાં થયેલા છે.જ્યારે 2012માં રાજ્યમાં કામરેજની બેઠક પર વિક્રમી લીડથી વિજેતા નિવડેલા પ્રફુલ પાનસેરિયા 17 કરોડથી વધુ રૂપિયાની બજાર કિંમત ધરાવતી સંપતિના માલિક છે. 2012માં પ્રફુલ પાનસેરીયા પાસે જંગમ અસ્કયામતો ફક્ત રૂ.20 લાખની હતી,જે આ વખતે વધીને રૂ.1.86 કરોડ જેટલી થઇ ગઇ છે.

PSIની પ્રિલિમીનરી પરીક્ષામાંં ૪૩૧૧ ઉમેદવારો ઉર્તીણ થયા
અરવલ્લીમાં ભાજપે ખેલ પાડ્યો : કોંગ્રેસના કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો
મેફેડ્રોન ડ્રગ્સની હેરાફેરી કરનાર આરોપીની ચાર્જશીટ બાદ જામીનની માંગ નકારાઈ
ફ્લેટની સામે હાઇવે પર ટ્રક પાર્ક કરી ડ્રાઇવર ઘરે નાહવા ગયો અને બે તસ્કરો બીજી ટ્રક લઈને આવ્યા અને ટ્રક માંથી 3.26 લાખની કિંમતના 8 પાર્સલ ચોરી ભાગી છૂટ્યા
મેડિકલ ઓફિસરોના કેસમાં હાઇકોર્ટનો હુકમ: Basic Payની સાથે NPA ગણી મળવાપાત્ર લાભો ચૂકવો
Share This Article
Facebook Email Print
Previous Article વડોદરા અને નર્મદામાં ભાજપની ડેમેજ કંટ્રોલ કસરત એળે ગઈ
Next Article કેજરીવાલની પોલ ખુલી ગઈ : ભાજપને ફાયદો કરાવવા કંઇ પણ કરશે, આપ કરતાં ઉમેદવાર શાણા નીકળ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up