ગાંધીનગર, તા.21 ફેબ્રુઆરી-2023, મંગળવાર : રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પૂર્વ મંત્રીઓને અપાતી સુરક્ષામાં ફેરફાર કરવામાં આવ્યા છે.જેમાં પૂર્વ મંત્રીઓ સહિત 28 નેતાઓની સુરક્ષા પાછી ખેંચાઇ છે.
ગુહ વિભાનો મોટો નિર્ણય
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં ભાજપના ઘણા નેતાઓ સાથે 28 વ્યક્તિઓની સુરક્ષા પાછી ખેંચવામાં આવી છે.તાજેતરમાં મળેલી ગૃહ વિભઆગની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે સુપ્રીમ અને હાઈકોર્ટના 9 નિવૃત્ત જજ સહિત નેતાઓ મળી 28 મહાનુભાવો પાસેથી સુરક્ષા પરત ખેંચી લેવાઈ છે.
આ નેતાઓને નહી મળે સુરક્ષા
રાજ્ય સરકારે 72 મહાનુભાવોને મળતી એક્સ કે વાય કેટેગરીની મળતી સુરક્ષામાં ફેરફાર કર્યો છે.જે અંતર્ગત 28 નેતાઓની સુરક્ષા પાછી ખેંચાઇ છે.જેમાં રાકેશ શાહ,સૌરભ પટેલ, કૌશિક પટેલ,વલ્લભ કાકડિયા,ઋત્વિજ પટેલ,હિંમતસિંહ,ભૂષણ ભટ્ટ,કૌશિક જૈન,બિમલ શાહ,રાજેન્દ્રદાસજીના નામ સામેલ છે.ગૃહવિભાગની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જોખમને આધારે અલગ અલગ કેટેગરીમાં સુરક્ષા
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા જોખમને આધારે અલગ અલગ કેટેગરીમાં સુરક્ષા આપતી હોય છે.જેમાં અમદાવાદમાં રહેતા નેતાઓ સુપ્રીમ,હાઈકોર્ટના નિવૃત્ત જજ,પૂર્વ મંત્રી. નેતા,ધારાસભ્ય,ઉદ્યોગપતિ વેપારીઓ સહિત 72 મહાનુંભાવોને સરકાર એક્સ કે વાય કેટેગરીમાં સુરક્ષા આપે છે.
આ નેતાઓની સુરક્ષામાં કોઈ ફેરફાર ન કરાયા
ગૃહ વિભાગ દ્વારા 28 મહાનુંભાવોની સુરક્ષામાં ફેરફાર કરાયો છે.તો બીજી કરફ શક્તિસિંહ ગોહિલ અને અલ્પેશ ઠાકોર સહિત 14ની સુરક્ષા યથાવત્ રાખવામાં આવી છે.તેમજ શૈલેષ પરમાર,રોહિતજી ઠાકોર,નિવૃત્ત આઈપીએસ જે.કે. ભટ્ટ સહિતના કેટલાક બિઝનેસમેનોની સુરક્ષામાં ફેરફાર ન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.