નવી દિલ્હી,તા.4 મે 2022,બુધવાર : ગેંગેરેપનો ભોગ બનેલી સગીર વયની યુવતીની ફરિયાદ નોંધીને તેને મદદ કરવાની જગ્યાએ ખુદ પોલીસ અધિકારીએ જ પીડિતા પર રેપ કર્યો હોવાની હાહાકારી ઘટનાએ ઉત્તર પ્રદેશ પર ફરી ધબ્બો લગાવ્યો છે.મળતી વિગતો પ્રમાણે ચાઈલ્ડ લાઈનના કાઉન્સિલિંગમાં આ વાતનો ખુલાસ થયો હતો.પીડિતાની માતાના કહેવા પ્રમાણે યુપીના લલિત પુરમાં 22 એપ્રિલે ચાર વ્યક્તિઓ 13 વર્ષની કિશોરીને ફોસવાલીને ભોપાલ લઈ ગયા હતા.જ્યાં તેમણે ત્રણ દિવસ તેના પર રેપ કર્યો હતો.25 એપ્રિલે ચારે આરોપીઓ પાલી પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી પાસે કિશોરીને છોડીને ભાગી ગયા હતા.
આરોપ છે કે, અધિકારીએ કિશોરીને તેના માતા પિતાને સોંપવાની જગ્યાએ માસીને સોંપી હતી.એ પછી 27 એપ્રિલે કિશોરીને નિવેદન લેવા માટે બોલાવાઈ હતી અને પોલીસ મથક ઈન્ચાર્જ તિલકધારી સરોજે યુવતી પર રેપ કર્યો હોત.પીડિતાની માતાના કહેવા પ્રમાણે 30 એપ્રિલે ફરી કિશોરીને પોલીસ મથકમાં બોલાવાઈ હતી અ્ને યુવતીને ચાઈલ્ડ હેલ્પ લાઈનને સોંપવામાં આવી હતી.સંસ્થાએ કિશોરીનુ કાઉન્સિલિંગ કર્યુ ત્યારે ઉપરોકત ઘટસ્ફોટ થયો હતો.એ પછી પોલીસે ગેંગ રેપ કરનારા ચાર આરોપીઓની સાથે સાથે પોલીસ અધિકારી સામે પણ ગુનો દાખલ કર્યો છે.ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ પણ કરાયો છે.આખા સ્ટાફને લાઈન હાજર કરવામાં આવ્યો છે.પોલીસનુ કહેવુ છે કે, પોલીસ અધિકારી સહિત જે પણ દોષી છે તેમની સામે કાર્યવાહી થશે.દરમિયાન રેપ કરનાર પોલીસ ઈન્સ્પેકટર ફરાર થઈ ગયો છે.