– અત્યાર સુધીમાં 11 કેસમાં કુલ 112 આરોપીઓની ધરપકડ કરવામાં આવી
– આ સિવાય 115 આરોપીઓ સામે ચાર્જશીટ પણ દાખલ
સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ હરિયાણા અને પંજાબના ગેંગસ્ટરો પર કાર્યવાહી કરવાનો પ્રયાસ કરી રહી છે.તે માટે, લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર જેવા દુષ્ટ ગુંડાઓની આખી સાંઠગાંઠને ખતમ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.હાલ એવા સમાચાર મળી રહ્યા છે કે, NIA હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં મોટા દરોડા પાડી રહી છે.દેશના ટોપ મોસ્ટ ગેંગસ્ટરો સામે આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. NIAના આ દરોડા પહેલાથી જ નોંધાયેલા UAPA કેસ સાથે સંબધિત છે.ગેંગસ્ટર અને ઓપરેટિવની નજીકના સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.જે બાદ ઘણા શૂટરોની ધરપકડ પણ થઈ શકે છે.હાલમાં NIAની ટીમો હરિયાણાના સિરસા,સોનીપત અને ઝજ્જરમાં હાજર છે સાથે જ NIAની ટીમ રાજસ્થાન અને પંજાબમાં પણ ઘણી જગ્યાએ પહોંચી છે.
મોટા ગેંગસ્ટરો પણ NIAના રડારમાં
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIA દેશના ઘણા મામલાઓને લઈને ગેંગસ્ટરો વિરુદ્ધ તપાસ કરી રહી છે.તાજેતરમાં, NIA એ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો,જેણે સિદ્ધુ મુસેવાલાની હત્યાનો સમગ્ર પ્લાન તૈયાર કર્યો હતો. તેમજ તેની સાથે પૂછપરછ કરવામાં આવી હતી.આ સિવાય દેશના તમામ મોટા ગેંગસ્ટરો પણ NIAના રડાર પર છે.
ગેંગસ્ટર-ટેરર નેક્સસ સામે સરકારનો જવાબ
હાલમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સંસદમાં આ અંગે જવાબ પણ આપવામાં આવ્યો છે.જેમાં કહેવામાં આવ્યું હતું કે NIA આવા 11 મામલાની તપાસ કરી રહી છે,જેમાં ભારતીય અને વિદેશી ગેંગસ્ટર મળીને આતંકવાદી ઘટનાઓનું ષડયંત્ર રચી રહ્યા છે.જેમાં એજન્સીને બંને પક્ષોની સાંઠગાંઠના પુરાવા મળ્યા છે.આ તમામ કેસ ગેંગસ્ટર-ટેરર નેક્સસ હેઠળ નોંધાયા હતા.સરકારે કહ્યું કે, આ 11 કેસમાં કુલ 112 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.આ સિવાય 115 આરોપીઓ સામે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે.

