નવી દિલ્હી, તા. 23 ફેબ્રુઆરી, 2022, બુધવાર : ભારત સહિત વિશ્વના ટોચના દેશોમાં હજી પણ સંપૂર્ણ માન્યતા પ્રાપ્ત ન કરેલ ક્રિપ્ટોકરન્સીનો ભારતમાં ક્રેઝ દિવસે ને દિવસે વધી રહ્યો છે.સરકારે ટેક્સની જાહેરાત કરતા લોકોમાં ક્રિપ્ટોને માન્યતા મળી ગઈ હોવાનો પરોક્ષ સંકેત માનીને ક્રિપ્ટોએક્સચેન્જ ચલાવતી કંપનીઓ મસમોટી એડવર્ટાઈઝમેન્ટો કરીને સામાન્ય જનતાને છેતરી રહી છે.ક્રિપ્ટોની એડમાં મોટા સ્ટાર્સ દ્વારા જાહેરાત,લોભામણી લાલચો,આભાસી વળતર સહિતના પ્રલોભનો આપીને ક્રિપ્ટોએક્સચેન્જો મોટા પ્રમાણમાં ગ્રાહક વર્ગ અને રોકાણ ખેંચી રહ્યાં છે પરંતુ બજેટમાં ટેક્સની જાહેરાત બાદ સરકાર પણ એક બાદ એક ક્રિપ્ટોબજાર પર નિયંત્રણ લાદવા કડક પગલાં લઈ રહી છે.
ટેક્સ વસૂલાત અને માન્યતા વચ્ચેના તફાવતની નાણામંત્રીની દ્વારા સ્પષ્ટતા અને આરબીઆઈ ગવર્નરની પણ ક્રિપ્ટોબજારમાં રોકાણની એટલેકે લાખના બાર હજાર થવાની ભીતિ દર્શાવતી ચેતવણી બાદ હવે ક્રિપ્ટોકરન્સીનો વ્યાપ અટકાવવા માટે એડવર્ટાઈઝમેન્ટ પર અંકુશ લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ક્રિપ્ટોકરન્સીની જાહેરાતમાં લોભામણી લાલચ આપતા શબ્દો તાકીદે દૂર કરવા અને એક જરૂરી ચેતવણી આપવા Advertising standards council of India એ બ્રોડકાસ્ટરોએ અને પ્રિન્ટ માધ્યમોને કહ્યું છે.ક્રિપ્ટોની પ્રિન્ટ/વિઝ્યુઅલ અને ઓડિયો એડવર્ટાઝમેન્ટમાં સ્ટાન્ડર્ડ ડિસ્કોઝર આપવા આદેશ કરાયો છે.
Budget 2022-23: ક્રિપ્ટો કરન્સીની આવક પર સરકાર વસૂલશે 30% ટેક્સ
પ્રમોશન અને એડવર્ટાઝમેન્ટમાં ડિસ્કલોઝરમાં ક્રિપ્ટો ઉત્પાદનો અને અનિયંત્રિત છે અને તે અત્યંત જોખમી હોઈ શકે છે.આવા વ્યવહારોથી થતા નુકસાન માટે કોઈ નિયમનકારી સહાય-સપોર્ટ મળવાપાત્ર નથી.
આ સિવાય સંબંધિત જાહેરાતોમાં “કરન્સી”, “સિક્યોરિટીઝ”, “કસ્ટોડિયન” અને “ડિપોઝિટરીઝ” શબ્દોનો ઉપયોગ કરી શકાશે નહીં કારણ કે ગ્રાહકોના માનસપટ પર આ પ્રકારના શબ્દો તેનું નિયંત્રિત સંચાલન અને તેને કાયદેસરની સમજ ઉભી કરી છે.
ખાસ યાદ રાખો : ડિજિટલ રૂપિયો અને ક્રિપ્ટોકરન્સી અલગ અલગ બાબતો છે

