સુરત : સુરતના ઘોડદોડ રોડ પર આવેલા વિપુલ એબ્સ સ્ટુડિયોના માલિક વિપુલ પટેલ સામે 15 જૂન 2021ના દિવસે એક મહિલાએ તેમની પર આક્ષેપ કર્યો હતો અને ઉમરા પોલીસમાં અરજી કરી હતી,સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ગેરસમજ ઉભી થવાનું ખ્યાલ આવતા મહિલાએ આગળ કોઇ કાર્યવાહી નહી કરવા પોલીસને જણાવ્યું હતું.
સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ 20 વર્ષથી એરોબિકસના કલાસ ચલાવતા વિપુલ પટેલને આવા આક્ષેપને કારણે ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.હવે જયારે ગેરસમજ દૂર થઇ છે ત્યારે વિપુલ પટેલે રાહત અનુભવી છે.


