સુરત, : સુરત ક્રાઈમ બ્રાન્ચે કતારગામ ગોટાલાવાડી સર્કલ પાસે ટેમ્પોમાંથી રૂ.12 લાખથી વધુના દારૂ સાથે બે ને ઝડપી પાડી કુલ રૂ.17 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બાતમીના આધારે કતારગામ ગોટાલાવાડી સર્કલ પાસે ટેમ્પો ( નં.એમએચ-04-ડીએસ-7156 ) ને અટકાવી જડતી લેતા તેમાં તાડપત્રી નીચે રાખેલી રૂ.12,07,200 ની મત્તાની 12702 નંગ વિદેશી દારૂ તથા બીયરની બોટલ મળી હતી.ક્રાઈમ બ્રાન્ચે ટેમ્પોના ચાલક મહેશ ઘનશ્યામભાઇ મહેતા ( ઉ.વ.39, ફ્લેટ નં.413, બીલ્ડીંગ નંબર-7, માન સરોવર રેસીડન્સી, કામરેજ, સુરત. મુળ રહે. મોટા ખુટવડા, તા.મહુવા, જી.ભાવનગર ) અને ક્લીનર ચંદન ગુલાબ ગૌતમ ( ઉ.વ.34, રહે, ઘર નં.238, રીષીનગર, મહારાણા ચોક, લીંબાયત, સુરત ) ની ધરપકડ કરી તેમની પાસેથી રૂ.5 લાખની મત્તાનો ટેમ્પો, ત્રણ મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂ.17,08,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બંનેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે દારૂનો જથ્થો રેલવેના બુટલેગર જીતુ માલીયાએ મંગાવતા વીરેન્દ્ર ઉર્ફે રાજુ પંડીત ઉમાપ્રસાદ મિશ્રાએ મોકલ્યો હતો.ક્રાઈમ બ્રાન્ચે બંનેને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.ઝડપાયેલા મહેશ મહેતા અને ચંદન ગૌતમ અગાઉ નવસારીમાં પણ દારૂની હેરાફેરી કરતા ઝડપાયા હતા.