ગુજરાતમાં પહેલા તબક્કાના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યાં ગોપાલ ઇટાલિયાએ AAP માટે ફરી એક તકલીફ ઉભી કરી છે.ગોપાલ ઇટાલિયાનો વધુ એક વિડીયો વાઇરલ થયો છે જેને ચૂંટણી પહેલા ફરી એકવાર AAPને ધર્મ-સંકટમાં મૂકી દીધી છે.ભાજપના IT વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત માલવિયાએ એક વિડીયો પોતાના ટ્વીટર પર મુક્યો છે.જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સ્વામિનારાયણ સંપ્રદાય માટે અપમાનજનક ટિપ્પણીઓ કરી રહ્યા છે.
અમિત માલવિયાએ AAP પર પ્રહાર કરતા લખ્યું, AAPના પ્રદેશ પ્રમુખ અને કેજરીવાલના નજીકના વિશ્વાસુ ગોપાલ ઇટાલિયા,સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓનો ઉપહાસ કરે છે અને તેમની માન્યતાઓને “બુલશીટ” કહે છે.વિશ્વભરના લાખો હિંદુઓ ભગવાન સ્વામિનારાયણના ઉપદેશોને આદર આપે છે અને તેનું પાલન કરે છે.આવા કટ્ટરપંથીઓને ગુજરાત ક્યારેય સ્વીકારશે નહીં…
વિડીયોમાં શું કહી રહ્યા છે ઇટાલિયા
Gopal Italia, AAP state president, and close confidant of Kejriwal, ridicules followers of Swaminarayan Sampraday and calls their beliefs “BULLSHIT”.
Millions of Hindus across the world revere and follow teachings of Bhagwan Swaminarayan.
Gujarat will never accept such bigots… pic.twitter.com/cz2T1QeBal
— Amit Malviya (@amitmalviya) November 29, 2022
વાઇરલ વીડિયોમાં આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાય અને તેમના અનુયાયીઓનું અપમાન કરતા દેખાઈ રહ્યા છે.ઇટાલિયા કહે છે, આ લોકો લસણ ડુંગળી ન ખાવાનું કહે છે.આપણી બાજુમાં કોઈ બેઠું હોય અને પૂછીએ લસણ ડુંગળી નથી ખાતા એટલે ખબર પડી જાય કે તે કયા મંદિરના કે સમુદાયના છે.આ બધું એક મોટું બુલશીટ (બકવાસ) છે.તેમણે આગળ કહે છે કે, આ સંપ્રદાયને માનનારાઓ ખોટા હોય છે અને હું તેમનો નિષેધ કરું છું.
આ પહેલા પણ અનેક હિન્દૂ ધર્મ વિરોધી નિવેદનો આપી ચુક્યા છે ઇટાલિયા
આ પહેલા ટ્વીટર પર વાઇરલ થઇ રહેલા વિડીયોમાં ગોપાલ ઇટાલિયા હાથમાં એક પુસ્તક લઈને મહિલાઓને સંબોધતા જોવા મળી રહ્યા હતા.પોતાના વિડીયોમાં તેઓ બોલતા સંભળાઈ રહ્યા છે કે હે મારી માતાઓ,હે મારી બહેનો,હે મારી દીકરીઓ.., કથાઓ કે મંદિરોમાં તમારું કાંઈ વળવાનું છે નહિ, એ શોષણના ઘર છે.
AAP Gujarat President @Gopal_Italia insulting Hindu Temples. pic.twitter.com/eZriVX87zz
— Ankur Singh (@iAnkurSingh) October 11, 2022
ઇટાલિયા આટલે અટકતા નથી અને આગળ કહેતા સંભળાય છે.જો તમને તમારો અધિકાર જોઈતો હોય,આ દેશ પર શાસન કરવું હોય,સમાન દરજ્જો જોઈતો હોય તો કથાઓ અને મંદિરોમાં જઈને નાચવાના બદલે આ વાંચો.
થોડા સમય પહેલા આ જ ગોપાલ ઇટાલિયાએ ભગવાન શ્રી કૃષ્ણને ‘રાક્ષસ’ કહ્યા હતા.
ગોપાલ ઇટાલીયાએ તેના સંબોધન દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણને રાક્ષસ સાથે સરખાવ્યા હતા. ઇટાલીયાએ કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અને ભાજપના રાક્ષસોથી છોડાવવા માટે અરવિંદ કેજરીવાલ અર્જુન બનીને આવ્યા હતા. ગોપાલ ઇટાલીયાના આ વેણ બાદ દ્વારકાધીશના ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો #gstvnews #AAPGujarat pic.twitter.com/NFomVxalBk
— GSTV (@GSTV_NEWS) September 3, 2022
આ સિવાય અન્ય એક વિડીયોમાં પણ તેમણે કથાકારોનું અપમાન કરીને કહ્યું હતું કે, જ્યાં જુઓ ત્યાં કથા,ધૂન,વાર્તા-પારાયણો અને ભૂવા-ડાકલાના બેનરો લાગ્યાં છે અને તેઓ ફાટીને ધૂમાડે ગયા છે.
ઇટાલિયાએ કથાકારોને સ્પોન્સર કરીને લવારબાજી
કરતા હોવાનું કહીને કહ્યું હતું કે લોકોને ત્યાં જઈને કશું જ મળવાનું નથી.આ સિવાય પણ ઇટાલિયાએ અનેક વાર હિન્દૂ ધર્મ અને તેની માન્યતાઓનું અપમાન કર્યું છે,જે નિવેદનો હવે AAPને ધર્મ-સંકટમાં મૂકી રહ્યા છે.ગુજરાતની પ્રજા આમ પણ ધર્મપ્રેમી ગણાય છે,તો જોવાનું એ રહેશે કે આ જાણતા આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં કયો રસ્તો બતાવશે.
This is an old video of AAP Gujarat President Gopal Italiya.
I don't know why AAP is against H!ndus always?
What is the problem they have with
H!ndus?pic.twitter.com/mcV4d7YfoP
— Vijay Patel (@vijaygajera) June 23, 2021


