– દિગંબર કામત હાલમાં રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્ય છે
પણજી, તા. 06 એપ્રિલ 2022, બુધવાર : ગોવામાં કોંગ્રેસના મોટા નેતા દિગંબર કામત ભાજપમાં જોડાઈ શકે છે. દિંગબર કામતે જ વર્ષ 2000ની શરૂઆતમાં ગોવામાં મનોહર પર્રિકરની સરકારને ઉખાડી ફેંકી હતી અને રાજ્યમાં કોંગ્રેસના મુખ્યમંત્રી બન્યા હતા. દિગંબર કામત હાલમાં રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્ય છે.
દિગંબર કામતે પોતાના રાજકીય કરિયરની શરૂઆત કોંગ્રેસ પાર્ટી દ્વારા કરી હતી. 1994માં જ્યારે કોંગ્રેસે દિગંબર કામતને ટિકિટ ન આપી ત્યારે તેઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. લાંબા સમય પછી દિગંબર કામત 2005માં ફરી કોંગ્રેસમાં જોડાયા અને સર્વસંમતિથી વિધાનસભાના નેતા તરીકે ચૂંટાયા હતા. 2007ની વિધાનસભા ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસને જીત મળી ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી પ્રતાપ રાણે અને રાજ્યના કોંગ્રેસ અધ્યક્ષ રવિ નાઈક વચ્ચેના કરાર બાદ દિગમ્બર કામતને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2019માં જ્યારે ભાજપ સરકાર બનાવવામાં સફળ રહી ત્યારે દિગંબર કામત ગોવા વિધાનસભામાં વિપક્ષના નેતા બન્યા હતા.


