નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL)એ ત્રણ વિદેશી ફંડોના એકાઉન્ટર પર પ્રતિબંધ મૂકી દીધો છે.આ ફંડોએ અદાણી ગ્રૂપની કંપનીઓમાં 43500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.તેના લીધે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોમાં મોટું ગાબડું પડ્યું છે.
NSDLએ Albula Investment Fund, Cresta Fund અને APMS Investment Fundના એકાઉન્ટને ફ્રીજ કરી દીધા છે.ડિપોઝિટરીની વેબસાઇટના મતે આ એકાઉન્ટ 31મી મે કે તેની પહેલાં ફ્રીજ કરી દેવાયા છે.
તમામ લિસ્ટેડ કંપનીઓના શેર ધડામ કરતા પછડાયા
આ સમાચાર આવતા જ અદાણી ગ્રૂપના શેર આજે ધડામ થઇ ગયા.અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 15%, અદાણી પોર્ટસ એન્ડ ઇકોનોમિક ઝોન 14%, અદાણી પાવર 5%, અદાણી ટ્રાન્સમિશન 5%, અદાણી ગ્રીન એનર્જી 5%, અદાણી ટોટલ 5% તૂટ્યો.
અત્યારે આ અંગે અદાણી ગ્રૂપની તરફથી કોઇ નિવેદન આવ્યું નથી.આ ત્રણેય ફંડ મોરેશિયસના છે અને સેબીમાં તેને વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર તરીકે રજીસ્ટર્ડ કરાયા છે.ત્રણેયના સંયુકતપણે અદાણી એન્ટરપ્રાઇઝમાં 6.82%,અદાણી ટ્રાન્સમિશનમાં 8.03% અને અદાણી ટોટલ ગેસમાં 5.92% અને અદાણી ગ્રીનમાં 3.58%નું રોકાણ છે.
કેમ આ કાર્યવાહી કરાઇ
રિપોર્ટસના મતે આ ઓનરશિપ અંગે પૂરતી માહિતી ના હોવાના લીધે આ કાર્યવાહી કરાઇ છે.એકાઉન્ટ ફ્રીજ થવાનો મતલબ છે કે આ ફંડ હવે ના તો પોતાના ખાતામાંથી શેર વેચી શકે છે અને ના તો નવા શેર ખરીદી શકે છે.
વિદેશી રોકાણકારોને હેન્ડલ કરનાર ડિપોઝીટરી એ કહ્યું કે PMLAની અંતર્ગત આ એકાઉન્ટસથી ફાયદો ઉઠાવાર જવાબદારી અંગે પૂરતી માહિતી ના હોવાના લીધે આ કાર્યવાહી કરાઇ છે.કસ્ટોડિયન સામાન્ય રીતે પોતાના ગ્રાહકોને આવી કાર્યવાહી માટે પહેલેથી નોટિસ આપે છે, પરંતુ ફંડમાંથી કોઇ જવાબ ના મળવા પર એકાઉન્ટસને ફ્રીજ કરવા જેવી સખ્ત કાર્યવાહી કરાય છે.


