મર્યાદિત લોકોની હાજરીમાં યોજાયેલા સંમેલનમાં સન્માનિત કરાયા ચેન્નાઈ ખાતે એલોપેથી તબીબોના સૌથી વિશાળ સંગઠન ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનું રાષ્ટ્રીય મહાસંમેલન (IMANATCON 20) યોજાયુ હતું.ખૂબ જ ખાસ અને ઓછા આમંત્રિત મહેમાનોની હાજરીમાં યોજાયેલ આ કોન્ફરન્સનું વર્ચ્યુઅલ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં ડો. પ્રજ્ઞેશન જોષીને આઈ.એમ.એ.પ્રોફેસર શ્રીધર શર્મા ઓરેશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
ડો.પ્રજ્ઞેશે વક્તવ્ય પણ આપ્યું
સમગ્ર દેશમાં લગભગ આઠ હજાર ડેલિગેટોએ એમાં ભાગ લીધો હતો અને નવિનતમ તબીબી માહિતીઓ અને જ્ઞાનનું આદાનપ્રદાન કર્યુ હતું.આ કોન્ફરન્સમાં હાજર રહેવા સુરતના ડૉ. પ્રજ્ઞેશ જોષીને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું.અને એમને ખૂબ જ પ્રતિષ્ઠિત “આઈ.એમ.એ.પ્રોફેસર શ્રીધર શર્મા ઓરેશન એવોર્ડ” પ્રદાન કરવામાં આવ્યો હતો.આ ઓરેશન અંતર્ગત ડૉ.પ્રજ્ઞેશ જોષીએ “રોલ ઓફ ફેમિલી ફિઝીશ્યન ઈન પ્રેઝન્ટ સિનારીયો” વિષય ઉપર પોતાનું વક્તવ્ય આપ્યું હતું.
બહુમાન મેળવનાર સુરતના પ્રથમ તબીબ
હાલના સંજોગોમાં તબીબોની ભૂમિકા વિષે એમની વિષદ છણાવટે સૌની સરાહના મેળવી હતી. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન જેવી સંસ્થામાં રાષ્ટ્રીય કક્ષાએ આ પ્રકારનો એવોર્ડ અને બહુમાન મેળવનાર ડૉ.પ્રજ્ઞેશ જોષી સુરતના પ્રથમ તબીબ છે.આઈ.એમ.એ. સુરતના સૌ સભ્યો અને સુરતનું સમગ્ર તબીબી આલમ ડૉ.પ્રજ્ઞેશ જોષીની આ સિદ્ધિ બદલ અત્યંત ગર્વ અને ગૌરવની લાગણી અનુભવી છે.


