મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં રહેતી એક મુસ્લિમ મહિલાએ ગાયોની સેવા કરવા માટે પોતાનું બધું જ દાવ પર લગાવી દીધું છે.મરજીના બાનો નામની આ ગૌસેવક મહિલા પોતાના જ મુસ્લિમ સમાજમાં સામાજિક બહિષ્કારનો સામનો કરી રહી છે. મરજીના બાનો અનુસાર તેના ધર્મના લોકોએ તેને ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં આમંત્રણ આપવાનું બંધ કરી દીધું છે.અહેવાલોનું માનીએ તો આ વિસ્તારમાં કોઈ લગ્ન કે અન્ય સામાજિક પ્રસંગ હોય તો મરજીના બાનોને આમંત્રણ પણ આપવામાં આવતું નથી.મુસ્લિમ સમાજના કેટલાક લોકો ગૌશાળા ચલાવતી મરજીનાને કાફિર પણ કહે છે.
કોણ છે મરજીના બાનો?
મરજીના બાનો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં પોતાના પરિવાર સાથે રહેતી એક સામાન્ય મુસ્લિમ મહિલા છે.તેમના પરિવારમાં પતિ ઉપરાંત બે દીકરીઓ અને એક દીકરો છે.તેમના પતિ વ્યવસાયે ડોક્ટર છે.મરજીના નંદી ગ્રામ નામની એક ગૌશાળા ચલાવે છે,જેમાં લગભગ 18 ગાયોના વંશ છે,જેમાં ગાય,વાછરડા અને નંદીનો સમાવેશ થાય છે.ગૌશાળામાં ઠંડીથી બચવા માટે ગાયો માટે અગ્નિની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને હાલમાં કેટલાક લોકોના આર્થિક સહયોગથી અને મરજીના પોતાના અંગત ખર્ચે ગૌશાળા ચાલી રહી છે.મરજીના કહે છે કે તેમના પરિવારના તમામ લોકો તેમને ગાયની સેવામાં સહકાર આપે છે એટલું જ નહીં પરંતુ તેમનું મનોબળ પણ વધારે છે.તેમની મોટી દીકરી હંમેશા ગાયની સેવામાં તેમને સાથ આપે છે.
કઈ રીતે શરૂ થઇ આ ગૌસેવા?
મરજીના બાનો કહે છે કે 4 વર્ષ પહેલા તેણે એક નંદીને ખવડાવ્યું હતું,ત્યારબાદ શરૂ થયેલો સિલસિલો હજુ પણ ચાલુ છે.પહેલા કોરોના લોકડાઉન દરમિયાન રખડતાં ઢોરની સેવા કરી હતી અને હવે તે રોજીંદી દિનચર્યાનો ભાગ બની ગઈ છે.આ કામમાં તેમની પુત્રી ઝૈનમ ખાન પણ તેમની મદદ કરે છે.
મુસ્લિમો માટે મરજીના બાનો અચાનક જ કાફિર થઈ ગઈ!
મરજીના બાનો કહે છે કે આ ગૌસેવા શરૂ કર્યા બાદ તેના જ સમુદાયના લોકો હવે તેને કાફિર કહેવા લાગ્યા છે.કાફિર શબ્દ એ લોકો માટે વપરાય છે જેઓ અલ્લાહમાં માનતા નથી. આ શબ્દ સામાન્ય રીતે બિન-મુસ્લિમો માટે પણ વપરાય છે.જો મરજીનાની વાત માનીએ તો તે ગાય માતાની સેવા કરે છે,જેના કારણે તેના જ ધર્મના લોકો તેને કાફિર કહેવા લાગ્યા છે.તેઓ આગળ જણાવે છે કે હવે તેમને મુસ્લિમ સમાજના સામાજિક કે ધાર્મિક પ્રસંગોમાં આમંત્રિત પણ નથી કરવામાં આવતા.