જ્યોતિષશાસ્ત્રમાં રાજા ગણાતા સૂર્ય દેવ આજે એટલે કે 16 ડિસેમ્બર, 2022એ વૃશ્ચિક રાશિમાંથી નીકળી ધનુ રાશિમાં પ્રવેશ કરશે.સૂર્યની રાશિ પરિવર્તન કરવાની ક્રિયાને સંક્રાતિ કહેવામાં આવે છે.આ ધનુ સંક્રાતિથી અમુક રાશિઓને લાભ તો અમુક રાશિઓને નુકસાન થવાની સંભાવના છે.
આજે એટલે કે 16 ડિસેમ્બરે સવારે 9.18 વાગ્યે સૂર્ય ગુરુની રાશિ ધનુ રાશિમાં પ્રવેશ કરશે.
12 રાશિ પર શું અસર થશે
મેષ (Aries) રાશિ – સૂર્ય તમારી રાશિથી નવમાં સ્થાને ગોચર કરશે. આ સમયગાળો તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે.પિતા તરફથી તમને કોઈ લાભ અવશ્ય મળશે.સામાજીક પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે.સરકારી કામો પૂરા થશે.ક્યાય પ્રવાસ કરવાની યોજના બની શકે છે.
વૃષભ (Taurus) રાશિ – સૂર્ય તમારી રાશિથી આઠમી રાશિમાં ગોચર કરશે તેથી તમારા માટે આ મહિનાનો સમય શુભ ગણી શકાય નહીં.સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે.હાડકા સંબંધિત રોગો થવાની પૂરેપૂરી સંભાવના છે.સૂર્યનો સીધો સંબંધ પિતા સાથે છે,તેથી પિતા સાથે સંબંધો ન વણસે તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ.
મિથુન (Gemini) રાશિ – સૂર્ય તમારી રાશિથી સાતમી રાશિમાં ગોચર કરશે.જીવનસાથી તરફથી કોઈ લાભ મળવાનો છે.અચાનક દાન-પુણ્ય કરવાના વિચારો આવશે. પ્રેમ જીવન પણ સાનુકુળ રહેશે.તમારા સ્વભાવમાં થોડી ઉગ્રતા આવવના કારણે તમારા કોઈની સાથે સંબંધ ન બગડે તેનું ખાસ ધ્યાન રાખવું.
કર્ક (Cance) રાશિ – સૂર્ય તમારી રાશિથી છઠ્ઠા સ્થાનમાં ગોચર કરશે.આ ગોચર તમારા માટે મધ્યમ રહેવાનું છે.
વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને સફળતા મળી શકે છે.
સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરુરી રહેશે.શત્રુ વિજય થશે.કોર્ટ-કચેરીના કામોથી છૂટકારો મળશે.
સિંહ (Leo) રાશિ – સૂર્ય તમારી રાશિથી પાંચમા સ્થાનમાં પરિભ્રમણ કરશે.પ્રેમી સાથેના સંબંધો થોડા બગડી શકે છે.કોઈ અણઘાર્યા વિવાદમાં પડી શકો છો.કોઈ નવું સાહસ કરીને લાભ મેળવી શકશો.ભાગ્યોદય થશે.જીવનમાં કોઈ નવા વ્યક્તિનો પ્રવેશ થશે જે તમારું ભાગ્ય બદલી નાંખશે.
કન્યા (Virgo) રાશિ – સૂર્ય તમારી રાશિથી ચોથા સ્થાનમાં પ્રવેશ કરશે. આ ગોચર તમારા માટે મધ્યમ રહેવાનું છે.તમારી રાશિનો સ્વામી જ સૂર્ય થાય છે.ચોથા સ્થાનમાં તેમનું ગોચર તમને વાહન કે મિલકત અપાવી શકે છે.માતાના સ્વાસ્થ્ય અંગે સાવધ રહેવું સારું રહેશે.અચાનક ક્યાંય પ્રવાસ પર જવાનું મન થશે.કોર્ટ-કચેરીના કામોથી છૂટકારો મળશે.એકંદરે આ ગોચર શુભ ફળ આપશે.
તુલા (Libra) રાશિ – સૂર્ય તમારી રાશિથી ત્રીજા સ્થાને ગોચર કરશે.આ સમયગાળો તમારા માટે શુભ રહેવાનો છે.સૂર્ય તમારા સાહસમાં વૃદ્ધિ કરાવશે. તમારી સલાહથી અન્ય લાભ મેળવશે,રોકાણ કરવા માટેનો શ્રેષ્ઠ સમય.કુંટુંબ સાથે થોડા અણબનાવ બની શકે છે.મન થોડુ વ્યાકુળ રહેશે.
વૃશ્ચિક (Scorpio) રાશિ – સૂર્ય તમારી રાશિથી બીજી રાશિમાં ગોચર કરશે.આ સમયગાળો થોડો સંભાળવો જરુરી બની રહેશે.વાણીના કારણે તમારે કોઈના સાથે ઝઘડા થઈ શકે છે,વાણી પર સંયમ રાખવો ખૂબ જ જરુરી બની રહેશે.આર્થિક રીતે તો આ સમયગાળો શ્રેષ્ઠ રહેવાનો છે.પરિવારનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે.હાડકાના રોગોથી સાવધાન રહેવું.
ધનુ (Sagittarius) રાશિ – સૂર્ય તમારી રાશિમાં જ પરિભ્રમણ કરશે.આ ગોચર તમને શુભ ફળ આપશે.તમને પ્રસિદ્ધિ પ્રાપ્ત થશે,સમાજમાં તમારું નામ થશે.તમે કરેલા સારા કાર્યોનું પરિણામ તમને જોવા મળશે.લોકો તમને માન-સન્માન આપતાં થશે.એક નવા આત્મવિશ્વાસનો અનુભવ કરશો.
મકર (Capricorn) રાશિ – સૂર્ય તમારી રાશિથી બારમાં સ્થાને ગોચર કરશે.આ સમયગાળો તમારા માટે મધ્યમ છે.કોઈ એવું કામ ન કરો કે જેનાથી તમારુ નામ ડૂબી શકે.સરકારી દંડ થઈ શકે છે (ટ્રાફિક પોલીસના હાથે પકડાવું વગેરે વગેરે).વધુ પડતો આત્મવિશ્વાસ નુકસાની કરાવશે.પ્રવાસમાં જવું પડી શકે છે.
કુંભ (Aquarius) રાશિ – સૂર્ય તમારી રાશિથી અગિયારમાં સ્થાનમાં પરિભ્રમણ કરશે.આ ગોચર તમારા માટે અનેક લાભદાયી રહેવાનું છે.કરિયર અને ધંધામાં શુભ ફળ મળશે.નવી નોકરીની શોધમાં હોવ તો મળી શકે છે.વિદ્યાર્થીમિત્રો માટે શુભ સમય છે.નવા સાહસથી લાભ મળશે.સમાજમાં પ્રતિષ્ઠા વધશે.
મીન (Pisce) રાશિ – સૂર્ય તમારી રાશિથી દસમાં સ્થાનમાં ગોચર કરશે. આ ગોચર તમારા માટે અત્યંત લાભદાયી રહેવાનું છે.કર્મ સ્થાને સૂર્ય આવવાથી નોકરી-ધંધા ક્ષેત્રે લાભ મળવાના સંકેત છે.અટકેલા તમામ કાર્યો પૂરા થશે.નવા મિત્રો જીવનમાં આવશે,જે તમને લાભ આપી શકે છે.કુંટુંબ તરફથી કોઈ લાભ મળશે.
સૂર્યગ્રહને મજબૂત કરવાના ઉપાયો:
– સૂર્યનારાયણને નિત્ય જળ ચઢાવવું.
– રવિવારે ઉપવાસ કરવા.
– સૂર્યનો નંગ રૂબી ધારણ કરવો.
– આદિત્યહૃદય સ્તોત્રના પાઠ કરવા.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી.આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે.અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે,તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ.વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે.