નવી િદલ્હી : બિન-સરકારી સંસ્થા(NGO)ગ્રેટ મિશન ગ્રુપ સોસાયટી(GMGS)એ ચેન્નાઈમાં GI રજિસ્ટ્રાર ઑફિસમાં ગૌમુખ ગંગાજલ માટે જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન (उGI) સ્ટેટસ માટે અરજી કરી છે.આ પહેલનો ઉદ્દેશ્ય વિશ્વમાં ગંગાજળની વિશેષતાઓને પ્રોત્સાહન આપવાનો છે.પ્રોડક્ટનું જીઆઈ સ્ટેટસ સૂચવે છે કે પ્રોડક્ટ અમુક ચોક્કસ ભૌગોલિક વિસ્તારની છે અને તેના કારણે તે પ્રોડક્ટની ગુણવત્તા વિશે લોકોમાં વિશ્વાસ હોય છે.આ પ્રોડક્ટને GI સ્ટેટસ મળ્યા પછી,અન્ય કોઈ વ્યક્તિ કે કંપની તે પ્રોડક્ટને તે જ નામથી વેચી શકશે નહીં.
આ સ્થિતિ 10 વર્ષ માટે માન્ય છે.એનજીઓ જીએમજીએસના સ્થાપક અને અધ્યક્ષ ગણેશ હિંગમાયરે દાવો કર્યો હતો કે વૈજ્ઞાનિક સંશોધનોએ સાબિત કર્યું છે કે ગોમુખ ગંગાજળનું પાણી ઔષધીય ગુણોની દ્રષ્ટિએ અનન્ય છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘણા વૈજ્ઞાનિક સંશોધનો અને અભ્યાસ છે,જેણે આ પાણીની વિશિષ્ટતા સાબિત કરી છે.વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન(WTO)ની બેઠકમાં હાજરી આપવા અહીં આવેલા હિંગમારે જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ઓસ્ટ્રેલિયાની માર્ગારેટ અને હેસ્ટિંગ્સ જેવી નદીઓને જીઆઈ દરજ્જો છે.“અમે અહીં તેની જાહેરાત કરી રહ્યા છીએ.આના દ્વારા અમે WTO ને કહેવા માંગીએ છીએ કે ભારત હંમેશા WTO અને નિયમો આધારિત વેપાર ધોરણોનું સમર્થન કરે છે.ભારતમાં GI કાયદો WTO ના TRIPS કરારની અનુસાર બનાવવામાં આવ્યો હતો.ગોમુખ ગંગાજલનું મહત્વ વિશાળ વૈશ્વિક પ્લેટફોર્મ દ્વારા લોકો સુધી પહોંચાડવાની જરૂર છે.

