નવી દિલ્હી : કોરોનાવાઈરસ રોગચાળાની બીજી લહેરે મોટા પડકારો ઊભા કર્યા હોવા છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પણ દુનિયાભરના સૌથી નામાંકિત નેતાઓમાંના એક બની રહ્યા છે.અમેરિકાની ડેટા ઈન્ટેલિજન્સ કંપની ‘મોર્નિંગ કન્સલ્ટ’ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વે અનુસારના ગ્લોબલ અપ્રુવલ રેટિંગ્સમાં મોદીને 66 ટકા રેટિંગ્સ મળ્યા છે.માત્ર 28 ટકા લોકોએ જ એમની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે.
આ રેટિંગ્સમાં મોદીએ અમેરિકાના પ્રમુખ જૉ બાઈડન,જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કેલ, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો જેવા અગ્રગણ્ય નેતાઓને પણ પાછળ પાડી દીધા છે.