મુંબઈ : ગ્લોબલ કોર્પોરેટ સેક્ટર પરનું ચોખ્ખુ દેવુ પાછલા વર્ષે ૧.૯ ટકા ઘટીને ૮.૧૫ લાખ કરોડ ડોલરે પહોંચી ગયુ છે,જે આઠ વર્ષમાં પહેલો ઘટાડો છે.ઉંચા વ્યાજદરે નવું ધિરાણ લેવા માટે હિતોત્સાહી કર્યા છે અને મજબૂત રોકડ પ્રવાહથી લોનની ચૂકવણીમાં મદદ મળી છે.ગ્લોબલ કોર્પોરેટ ડેટમાં આ ઘટાડો વર્ષ ૨૦૧૪-૧૫ પછીની પહેલી ઘટના છે.ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યા બાદ ંક્રૂડ અને ગેસ કંપનીઓએ તેમના દેવામાં ૧૫૫ અબજ ડોલરનો ઘટાડો કર્યો છે.ટોચની ૯૦૦ કંપનીઓની નાણાંકીય વિગતોના વિશ્લેષ્ણમાં આ વાત બહાર આવી છે.
ઇન્વેસ્ટમેન્ટ ફર્મ જેનસ હેન્ડરસનના કોર્પોરેટ ડેટ ઇન્ડેક્સ અનુસાર,ઊંચા વ્યાજ દરો અને આર્થિક મંદીને કારણે કંપનીઓ વધુ રૂઢિચુસ્ત વલણ અપનાવી રહી હોવાથી આગામી વર્ષમાં ગ્લોબલ કોર્પોરેટ ડેટમાં ૨૭૦ અબજ ડોલરનો ઘટાડો થવાની ધારણા છે.આ આંકડા ૧ જૂન સુધીની કંપનીઓની વાર્ષિક બેલેન્સ શીટ પર આધારિત છે.રિપોર્ટમાં જણાવ્યા મુજબ આર્થિક વૃદ્ધિ ધીમી પડી શકે છે અથવા તેનાથી વિપરીત થઈ શકે છે,પરંતુ કંપનીઓ ખૂબ જ નફાકારક સ્થિતિમાં આવી રહી છે.વિશ્લેષ્ણ મુજબ વિશ્વમાં દર ત્રણમાંથી લગભગ એકની સરખામણીમાં અમેરિકામાં છમાંથી માત્ર એક કંપની તેની બેલેન્સ શીટ પર ચોખ્ખી રોકડ ધરાવે છે.
એટલે કે રોકડ રકમના મામલે અમેરિકન કંપનીઓની સ્થિતિ ઘણી નબળી છે.કોર્પોરેટ બોન્ડ માર્કેટમાં કેટલાક બોરોઅરોએ ઊંચા ખર્ચે ભંડોળ ઉભું કરવાના બદલે પોતાનું દેવું ઘટાડવાનું પસંદ કર્યું છે,જેના કારણે મે ૨૦૨૧થી લિસ્ટેડ બોન્ડની ફેસ વેલ્યુમાં ૧૧૫ અબજ ડોલરનો ઘટાડો થયો છે.


