અમદાવાદ,રવિવાર : ગરીબોને ઘરેલું ગેસના બાટલા મળતા નથી ત્યાં ઇસનપુર વિસ્તારમાં ચંડોળા તળાવ પાસે પોલીસે દરોડા પાડીને ગેર કાયદેસર રીતે ઘરેલું ગેસમાંથી કોમર્શિયલ ગેસ રિફિલિંગ કરવાનું કૌભાંડ પકડી પાડયું હતું.પોલીસે ઓરડીમાંથી ગેસ રિફિલિંગના સાધનો અને કુલ ૧૨થી વધુ ઘરેલું અને કોમર્શિયલ ગેસના બાટલા સહિત આરોપીની ધરપકડ કરી હતી.
આ કેસની વિગત એવી છે કે ઇસનપુર પોલીસે ચોક્કસ બાતમી આધારે આજે બપોરે ચંડોળા તળાવ પાસે ગરીબ નવાઝ મસ્જીદ પાસેની ઓરડીમાં દરોડો પાડયો હતો અને ત્યાંથી દાણીલીમડા વિસ્તારમાં બોમ્બે હોટલ પાસે બીઆરટીએસ વર્કશોપ પાછળ અહેમદનગર વિભાગ ડી ખાતે રહેતા આસિફ રફીકભાઇ શેખને ઝડપી પાડયોે હતો.પોલીસે તપાસ કરતાં ઓરડીમાં ગેર કાયદેસની વર્ષોથી ઘરેલું ગેસમાંથી કોમર્શિયલ ગેસ રિફિલિંગના ગોરખધંધો કરતો હતો.પોલીસે ત્રાટકી ત્યારે આરોપી ઓરડી બંધ કરીને ઇલટ્રીક મશીનથી ભારત ગેસના ઘરેલું ગેસમાંથી કોમર્શિયલ ગેસના બાટલામાં ગેસ ભરવાનો ધંધો કરતો હતો. પોલીસે ૧૨થી વધુ ઘરેલું તથા કોમર્શિયલ ગેસના રૃા. ૩૭,૪૦૦ સહિત કુલ રૃા. ૫૦ હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.