બારડોલી : સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં ઘલા ગામની સીમમાં ચારો ચરી રહેલ ભેંસને વીજ કરંટ લાગતાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું.પ્રાપ્ત વિગત મુજબ કામરેજ તાલુકાનાં ઘલા ગામે રામકિશન કોલોનીફળિયામાં રહેતા મંજુબેન સુરેશભાઇ રાઠોડ કે જેઓ મજૂરીકામ સાથે પશુપાલનનો વ્યવસાય કરે છે.તેઓ ગતરોજ તેમની ભેંસને ચારવા માટે ગયા હતા.ત્યારે નવા બનતા નેશનલ એક્સ્પ્રેસ નજીક દીપાભાઈના ખેતર નજીક ભેંસને ચરાવી રહ્યા હતા.તે સમયે જી.ઇ.બીના જીવંત વિજતાર જમીન ઉપર પડેલ હોય ચારો ચરતી ભેંસ આ વિજતારને અડી જતાં કરંટ લાગતાં 45 હજારની કિંમતની ભેંસનું મોત નીપજયું હતું.બનાવ અંગે કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


