નવી દિલ્હી, તા. 12 ઓગસ્ટ : ઘાસચારા કૌભાંડ કેસમાં રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ યાદવ પર એકવાર ફરીથી કાયદાકીય કાર્યવાહી થવાની છે.જોકે બુધવારે સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ એસ કે શશિની બેન્ચે લાલુ પ્રસાદ યાદવ સહિત 77 આરોપીઓ તરફથી દાખલ અરજી ફગાવી દીધી હતી જેમાં કહેવામાં આવ્યુ હતુ કે ફિઝિકલ કોર્ટના ખુલવા સુધી સુનાવણી ટાળી દેવી જોઈએ.ન્યાયાધીશે કહ્યુ કે હવે 13 ઓગસ્ટથી આ કેસની સુનાવણી ડે-ટુ-ડેના આધારે થશે.
લાલુ પ્રસાદ યાદવના વકીલે કેસની સુનાવણી ફિઝિકલ માધ્યમથી થાય, જેને લઈને અરજી દાખલ કરાઈ હતી,ત્યાં સીબીઆઈએ પણ આના વિરોધમાં રીવાઇન્ડર દાખલ કર્યુ હતુ.કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ લાલુ પ્રસાદ યાદવના વકીલની અરજી ફગાવી હતી. કોર્ટે કહ્યુ કેસમાં ચર્ચા માટે બંને વિકલ્પ ખુલ્લા છે.જે લોકો વર્ચુઅલ મોડ પર ચર્ચા કરવા ઈચ્છે છે તે લોકો કોર્ટના આદેશ પર દસ્તાવેજ જોઈ લે અને ચર્ચા કરે.જે ફિઝિકલ માધ્યમથી ચર્ચા કરવા ઈચ્છે છે તે ફિઝિકલી કરે પરંતુ આ ચર્ચા દરમિયાન માત્ર પાંચ લોકો હાજર રહેશે.
આરોપીઓએ કરી હતી આ દલીલ
લાલુ સહિત 77 આરોપીઓએ આ મુદ્દે અરજી કરી હતી કે સુનાવણી ફિઝિકલ કોર્ટ શરૂ થયા સુધી ટાળી દેવામાં આવે.જેમાં વધારે આરોપી છે અને હજુ કોરોનાનુ જોખમ છે.આરોપીઓએ અરજીમાં કહ્યુ હતુ કે વર્ચુઅલ મોડમાં સાચી રીતે સુનાવણી થઈ શકતી નથી તેથી કોરોનાના ખતમ થવા અને ફિઝિકલ કોર્ટના ખુલવા સુધી સુનાવણી ટાળી દેવી જોઈએ.
લાલુ યાદવની એક વાર ફરી મુશ્કેલી વધી શકે છે
લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલી એકવાર ફરીથી વધી શકે છે કેમ કે કેસ હવે અંતિમ તબક્કામાં છે.આ સિવાય સીબીઆઈ દ્વારા જે દસ્તાવેજ કોર્ટમાં સોંપવામાં આવ્યા છે તે લાલુ યાદવને કાનૂની પેંચમાં ગૂંચવાઈ શકે છે.સીબીઆઈના વિશેષ સરકારી વકીલે જણાવ્યુ કે ઘાસચારા કૌભાંડમાં સીબીઆઈ તરફથી ચર્ચા પૂરી થઈ ગઈ છે.હવે બચાવ પક્ષ તરફથી માત્ર સ્પષ્ટતા આપવાની છે અને જે બાદ નિર્ણય સંભળાવવામાં આવશે.
139 કરોડ ઉપાડવા સંબંધિત કેસ
ડોરન્ડા ટ્રેઝરીમાંથી 139.35 કરોડ રૂપિયાની ગેરકાયદે ઉપાડ 7ए/96 સાથે જોડાયેલા મામલામાં લાલુ પ્રસાદ યાદવ,પૂર્વ સાંસદ જગદીશ શર્મા, ડૉ. આર કે રાણા,પીએસીના તત્કાલીન અધ્યક્ષ ધ્રુવ ભગત સહિત 110 આરોપી કેસનો સામનો કરી રહ્યા છે.ત્યાં તેમના સિવાય પૂર્વ મુખ્યમંત્રી ડૉ. જગન્નાથ મિશ્ર સહિત 37 આરોપીઓના નિધન થઈ ચૂક્યુ છે.