સુરત : ગુજરાતના બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે.લઠ્ઠાકાંડબાદ ગુજરાત રાજ્ય પોલીસે સફાળી જાગી દારૂના અડ્ડાઓ પર રેડ કરવાની શરૂઆત કરવામાં આવી છે.હાલ રાજ્યના અનેક જિલ્લાઓમાંથી દારૂના વેચાણના વિડિયો વાયરલ થઈ રહ્યા છે.જેને લઈ પોલીસ સામે પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.ત્યાં સુરત શહેરમાં પણ તાપી નદી કિનારે ધમધમી રહેલી દેશી દારૂની ભઠ્ઠીઓ અંગે પોલીસને જાણ કરવામાં આવતા સુરત પોલીસ દોડતી થઈ હતી અને દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરવામાં આવી હતી.
સુરતના ઉધના પાંડેસરા,કતારગામ અમરોલી તેમજ ડીંડોલી સચિન અને સચીન જી.આઈ.ડી.સી.વિસ્તારમાં બેરોકટોક દેશી તેમજ વિદેશી દારૂના વેચાણ અંગેના સમાચારો અવારનવાર સામે આવતા હોય છે.અને જે તે સમયે કાગળ પર થતી કાર્યવાહી બાદ થોડાજ સમય માં ફરી આ અડ્ડાઓ ધમધમવા લાગતાં હોવાના આક્ષેપો પોલીસ સામે થતાં આવ્યા છે.ત્યારે હાલમાં ગુજરાતના બરવાળામાં લઠાકાંડ બાદ સુરત પોલીસ અને જીલ્લા પોલીસ પણ દોડતી થઈ હતી.અને સુરતના કોઝવે નજીક તાપી કિનારે ઘમઘમતી દેશી દારૂની ભઠઠીઓ પર રેડ કરવામાં આવી હતી.જ્યાંથી દેશી દારૂ ભરેલા કેરબા મળી પણ મળી આવ્યા હતા.
અગાઉ પણ સુરતના તાપી કિનારેથી આ પ્રકારની દારૂની ભઠ્ઠીઓ મળવાની અને પોલીસ કાર્યવાહી થઈ હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે.પરંતુ તેમ છતાં એ બુટલેગરોને જાણે કાયદો અને પોલીસ નો કોઈ ડર ના હોઈ એ પ્રકારે ફરી આ નશાનો કારોબાર ઘમઘમતો થઈ જાય,બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં ઘમઘમતાં દારૂના અડ્ડાને લઇ લોકો પણ ત્રાહિમામ પોકારી ઊઠયા છે.ત્યારે લઠ્ઠાકાંડ બાદ જાગેલી પોલીસ હાલતો દારૂના અડ્ડા બંધ કરાવવાની કાર્યવાહી મા જોતરાઈ છે.