મુંબઇ, તા. 8 ડિસેમ્બર : આઇસીઆઇસીઆઇ બેંકના ભૂતપૂર્વ વડા ચંદા કોચરે 2009માં વિડિયોકોન ગુ્રપના ચેરમેન વીએન ધૂતને (જેમની અરજી બેંક સમક્ષ પેન્ડિગ હતી) તેમના પતિ દિપક કોચરની કંપનીમાં નાણાં રોકવા માટે જણાવ્યું હતું તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ઇડી- દ્વારા તાજેતરમાં નોંધાવવામાં આવેલી ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે.
ચાર્જશીટની સાથે જોડવામાં આવેલા દસ્તાવેજોમાં દર્શાવવામાં આવ્યું છે કે કોચરની અનેક કંપનીઓમાંની એક પિસિફિક કેપિટલ સર્વિસ પ્રા. લિ.માં ચા આપનારા છોકરાને કંપનીનો ડાયરેક્ટર બતાવી તેનો કંપનીમાં હિસ્સો હોવાનું બતાવવામાં આવ્યું હતું.ઓફિસમાં ચા આપવાનું કામ કરતા શરદ મ્હાત્રેએ જણાવ્યું હતું કે તે દિપક કોચરના પિતાની સંભાળ રાખવાનું કામ કરતો હતો અને કોચર પરિવાર માટે થોડા સમય માટે ડ્રાઇવરનું કામ પણ કર્યું હતું.મ્હાત્રેએ ઇડીને જણાવ્યું હતું કે તે દિપકના કહ્યા અનુસાર દસ્તાવેજોમાં શું લખ્યું છે તે વાંચ્યા વિના જ તેના પર સહી કરી આપતો હતો.
વીએન ધૂતે ઇડીને આપેલા તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે જો તેઓ ચંદા કોચરની ઓફર સાથે સંમત ન થયા હોત તો તેમના હિતોને નુકસાન થયું હોત. વિડિયોકોન ગુ્રપે દિપક કોચરના નિયંત્રણ હેઠળની કંપની નુપાવર રીન્યુએબલ પ્રા.લિ. એનઆરપીએલમાં 64 કરોડ રૂપિયા રોક્યા હતાં.
ઇડીએ આરોપ મૂક્યો છે કે ચંદા કોચરે વિડિયોકોન ગુ્રપની લોન મંજૂર કરવા માટે પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરીને નિયમોનો ભંગ કરી તેમના પતિની કંપની નુપાવરમાં ઇન્વેસ્ટમેન્ટના સ્વરૂપે કટકી મેળવી હતી.વેણુગોપાલ ધૂતે ઇડીને જણાવ્યું હતું કે દિપકે તેમને તેની કંપનીમાં મૂડીરોકાણ કરવા માટે જણાવ્યું હતું અને તેની પત્ની ચંદાને મળવા માટે આગ્રહ કર્યો હતો,જે એ સમયે આઇસીઆઇસીઆઇ બેંકની ટોચની અધિકારી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ચંદાએ ધૂતને જણાવ્યું હતું કે મારા પતિની કંપનીમાં નાણાં મૂકીને મારા પતિના હિતોને જાળવો.ધૂતે દાવો કર્યો હતો કે આના કારણે આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા તેમના ગુ્રપની કંપનીને આપવામાં આવેલી 300 કરોડ રૂપિયાની લોનમાંથી તેમણે 64 કરોડ રૂપિયા દિપક કોચરની કંપનીમાં ટ્રાન્સફર કર્યા હતાં.
ચંદા કોચરના કાર્યકાળ દરમિયાન આઇસીઆઇસીઆઇ બેંકે વીડિયોકોન ગુ્રપની કંપનીઓે જુદા જુદા હપ્તામાં કુલ 5,393 કરોડ રૂપિયાની લોન મંજૂરી કરી આપી હતી.જેમાંથી 2812 કરોડ રૂપિયાની મુદ્દલ ચૂકવાઇ નહોતી. ઇડીએ જણાવ્યું હતું કે બેંકમાં રાખવામાં આવેલી જામિનગીરી મંજૂર કરવામાં આવેલી લોનના પ્રમાણમાં નહોતી.
ઇડીએ જણાવ્યું હતું કે નુપાવરને આપવામાં આવેલી લોન વિડિયોકોનને પરત કરવાની નહોતી કેમ કે ગુ્રપ કંપની રિયલ ક્લિન ટેક પ્રા.લિ. આ ગુના દ્વારા મેળવવામાં આવેલી રકમને રાખવા માટે સર્જવામાં આવેલી તેને મૂંગા મોતે મરવા દેવામાં આવી હતી.કંપનીને 2018માં રદ કરવામાં આવી હતી.જેથી નુપાવર લોનના નાણાંની વિડિયોકોન ગુ્રપ સાથે કોઇ ઇડી ન રહે.
2019માં ઇડીએ મની લોન્ડરિંગના ેસની તપાસ શરૂ કરી તે પછી વિડિયોકોન ગુ્રપે ક્લિન ટેક કંપનીને રિવાઇવ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી.જેથી એમ દર્શાવી શકાય કે નુપાવરને આપવામાં આવેલા નાણાં કાયદેસર હતા અને તે વિડિયોકોન ગુ્રપને પરત કરવામાં આવ્યા છે.
2008માં નુપાવરની રચના કરવામાં આવી ત્યારથી દિપક કોચર તેના પર પેસિફિક કેપિટલ સર્વિસીસ પ્રા.લિ. દ્વારા નિયંત્રણ ધરાવતો હતો.પેસિફિક કેપિટલની 1999માં રચના કરવામાં આવી હતી અને તેમાં ડાયરેક્ટરો દિપક કોચરના જ સગાંઓ અથવા તેના કર્મચારીઓ હતાં.
ઇડીએ જણાવ્યું હતું કે પેસિફિક કેપિટલના ડીબીએસ બેંકમાં આવેલા તેમના ખાતામાં ચંદા અને દિપકની સહીઓ ચાલતી હતી.તેમણે 2003માં ખાતું ખોલાવ્યું ત્યારે તેમાં તેમની સહીઓ કરી હતી. 2009માં ચંદાના નામે કાઢી નાંખવામાં આવ્યું હતું. જેથી એ પછી દિપક કોચરની એકલાની જ સહીઓ ચાલતી હતી.ચંદાએ તેના પેસિફિક કેપિટલમાં રહેલા તેના હિતોની જાણ 2009માં આઇસીઆઇસીઆઇ બેંકને કરી નહોતી.

