દેશમાં છત્તીસગઢના બસ્તરમાં એક યુવાને બે યુવતીઓ સાથે કરેલા લગ્ન ની વાતે ભારે ચર્ચા જગાવી છે,આ લગ્નએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે.લગ્નના મંડપમાં એક વરરાજા અને બે દૂલ્હનો ફેરા ફરતા વિડીયો અને ફોટા દેશભરમાં સોશ્યલ મીડિયા માં ફરી વળતાં સૌ કોઈ આ લગ્ન ને એક અલગ વાત માની રહ્યા છે.
ચંદુ મૌર્ય નામના આ વરરાજાએ એક જ મંડપમાં તેની બન્ને પ્રેમિકા સાથે લગ્ન કર્યા છે.આ યુવક બન્ને ગર્લફ્રેન્ડ સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં હતો.યુવકનું કહેવું છે કે, બન્ને ગર્લફ્રેન્ડ તેને ખુબ જ પ્રેમ કરતી હતી એટલે કોઈની સાથે તે દગો કરવા માગતો ન હતો.સુંદરી કશ્યપ નામની યુવતી સાથે 3 વર્ષ પહેલાં ચંદુની મુલાકાત થઈ હતી અને પ્રેમ થઈ જતાં તેની સાથે ફોન પર વાતો કરતો હતો.ત્યારબાદ એક વર્ષ પછી તેને હસીના સાથે પ્રેમ થયો હતો.ત્યારબાદ તેણે બન્ને ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા ગામલોકોને વાત કરી તો તે પણ રાજી થઈ ગયા.આખરે ત્રીજી જાન્યુઆરીએ ધામધૂમથી લગ્ન કરી દીધા હતા. આ લગ્નથી બન્ને પ્રેમિકા પણ ખુશ છે.