પલસાણા : સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ પંચાયતમાં વિવાદ એ કઈ નવાઇની વાત નથી અહીં આંતરિક ખેંચતાણ અને કારોબારી અજ્ઞાનતાને કારણે છાસ વારે વિવાદ સર્જાતા હોય છે હાલ ગત વર્ષે કોરોના કાળમાં ચલથાણની એક સોસાયટીમાં ઉપસરપંચ પંચાયત સભ્યોને વિશ્વાસમાં લીધા વિના જ સરકારી સ્કીમમાં બોરવેલ કરવી નાખતા વિવાદ સર્જાયો છે વળી બોરવેલ થયાના એક વર્ષ બાદ પણ સોસાયટીએ પંચાયતમાં નાણાં નહિ જમા કરાવતા મામલો બીચકાયો છે વળી આ મુદ્દે ઉપસરપંચને પોતાની ભૂલ જણાતા રાજકીય અગ્રણીઓની મધ્યસ્થી કરી સમાધાન લાવવામાં માટે ધમપછાળા કરતા હોવાનું જાણવા મળ્યું છે
ગત વર્ષે કોરોના કાળ દરમિયાન પલસાણા તાલુકાના ચલથાણ ગામ પંચાયતના વોર્ડ નંબર 11 માં આવેલ ભરતનગર સોસાયટીનો પીવાના પાણીનું બોરિંગ ફેલ થઈ ગયું હતું જે અંગે નવા બોરવેલ કરાવવામાં માટે પંચાયતમાં રજુઆત કરવામાં આવતા જે બાબતે પંચાયતની 60 -40 ની સ્કીમ અંતર્ગત નવા બોરવેલ કરવાં માટેની રજુઆત કરવામાં આવી હતી જે દરમિયાન ચલથાણ પંચાયતના ઉપ સરપંચ ભરતવશીએ પંચાયત સભ્યોને વિશ્વાસમાં લીધા વિના તેમજ કોઈપણ જાતની તાંત્રિક મંજૂરી વિના અને 40 % લોકફાળા રકમ પંચાયતમાં જમા લીધા વિનાજ ભરતવશીએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી તાત્કાલિક બોરવેલ કરાવી નાખ્યો હતો થોડા સમય બાદ બોરવેલનું 200 ફૂટ બોરવેલનું 53,250 નું બિલ પંચાયતમાં આપવામાં આવતા ઉપસરપંચે સરપંચ પાસે સહી સિક્કા માટે આપી બીલના નાણાં ચૂકવવા માટે કહ્યું હતું પરંતુ પંચાયત સભ્યોનું અંગે ધ્યાન જતા આ બીલના 40%રકમ ચૂકવ્યા વિના જ તેમજ મંજૂરી આ બોરવેલ કરાવી નખાવતા બિલ અંગે તેમજ બોરવેલ અંગે વિરોધ કરતા વિવાદ સર્જાયો હતો બોરવેલ થયાના આજદિન સુધી હજુ સુધી પણ 40 % સ્કીમની રકમ સોસાયટી માંથી પંચાયતમાં જમા કરાવવામાં આવી નહિ હોય એ મામલે પંચાયત સભ્યોએ ઉપ સરપંચ વિરુદ્ધ બળવો કર્યો હતો.


