– ચલથાણ ગામના વોર્ડ નંબર 13ના વોર્ડ સભ્યનો પુત્રને વોન્ટેડ જાહેર કરાયો
બારડોલી : 31 ડિસેમ્બર આવતા જ બુટલેગર અવનવા કિમીયાનો ઉપયોગ કરી દારૂની હેરફેર કરી કરવાની ફિરાકમાં છે.પણ પોલીસ પણ પોતા બાતમી આધારે આ અવનવા કિમીયાને નાકામ બનાવી દારૂ ઝડપી પાડતા હોઈ છે.પલસાણા પી.આઈ.એ.ડી.ચાવડાનાઓએ બાતમી આધારે બલેશ્વર ગામની સીમમાં એક રીક્ષામાં કલરની ખાલી ડોલની અંદર વિદેશી દારૂની હેરફેર ઝડપી પાડ્યો હતો.જેમાં રીક્ષા ડ્રાઇવર સહિત બે ને ઝડપી પાડી દારૂ મંગાવનાર ચલથાણ પંચાયતના વોર્ડ સભ્યના પુત્ર રુપેશ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.
મળતી માહિતી અનુસાર પલસાણા પોલીસ પી.આઈ.એ.ડી.ચાવડા અને પો.કો. જીગરભાઈ દિનેશભાઇ નાઓને સયુંકત રાહે મળેલી બાતમી આધારે રવિવારના રોજ બપોરના સમયે બલેશ્વર ગામની સીમમાં ને.હા.48 પર પલસાણા તરફથી આવતી રીક્ષા GJ 05 BY 5696 ને અટકાવી તપાસ કરતા રિક્ષાની પાછળ મુકેલી કલરની ખાલી ડોલમાં તપાસ કરતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડની 316 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.પોલીસે ડ્રાઇવર કમલેશભાઈ મનિરામ બર્મા (રહે.રૂમ.08 નીલમ હોટલની પાછળ કડોદરા )અને મુસ્તાક મહેબૂબ શેખ (રહે.ચલથાણ ગામ જલારામનગર ) તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ 15 વર્ષીય યુવાનને ઝડપી પાડી પૂછપરછ કરતા આ વિદેશી દારૂ ચલથાણ ખાતે જલારામ નગરમાં રહેતા રુપેશકુમાર માધુભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરી રીક્ષા અને 35 હજારનો વિદેશી દારૂ મળી કુલ 1 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચલથાણના જલારામ નગર વોર્ડ નંબર 13 ના વોર્ડ સભ્યના પુત્ર દારૂના ગુનામાં વોન્ટેડ
આ મામલે પલસાણા પી.આઈ.એ પ્રાથમિક પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો ચલથાણ ગામના વોર્ડ સભ્ય 13 ના વોર્ડ સભ્ય ગીતાબેન મધુભાઈ પટેલના પુત્ર રૂપેશકુમારે મગાવ્યો હોવાનું બહાર આવ્યું વોન્ટેડ બુટલેગર રુપેશ છેલ્લા કેટલાય વર્ષોથી વિદેશી દારૂના વ્યવસાય સાથે સંકળાયેલો છે.પલસાણા પોલીસે ગુના સંદર્ભે હાલ રુપેશ પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે.વોન્ટેડ બુટલેગરની માતા ચલથાણ પંચાયતમાં ભાજપ સમર્પિત પેનલમાંથી વોર્ડ સભ્ય હોવાથી ચલથાણનું રાજકીય માહોલ ગરમાયો હતો.