By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ચલથાણમાં દીકરીના લગ્ન માટે ભેગું કરેલ કરિયાવર અને રોકડ રકમ આગમાં બળીને ખાખ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ચલથાણમાં દીકરીના લગ્ન માટે ભેગું કરેલ કરિયાવર અને રોકડ રકમ આગમાં બળીને ખાખ
GeneralSouth Gujarat

ચલથાણમાં દીકરીના લગ્ન માટે ભેગું કરેલ કરિયાવર અને રોકડ રકમ આગમાં બળીને ખાખ

HM News
Last updated: 21/04/2021 10:22 AM
HM News
4 years ago
Share
SHARE

પલસાણા : પલસાણા તાલુકાના ચલથાણ ગામ ખાતે સમોસા બનાવતા શ્રમજીવીની દીકરીના લગ્ન હતા અને મકાનમાં ગેસનો બાટલો લીક થતા ભયંકર આગ લાગી હતી આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ સંપૂર્ણ મકાન સહીત દીકરીનો તમામ કરિયાવર અને બચાવેલા રોકડા રૂપિયા પણ આગમાં બળીને ખાખ થઇ ગયા હતા.

પલસાણા તાલુકાના ચલથાણ ગામ ખાતે આવેલ યોગેશ્વર નગરમાં પરપ્રાંતીય પરિવાર સમોસા ઘરે બનાવીને ચલથાણ સહીત અન્ય ગામમાં વહેંચીને પોતાનું ગુજરાન ચલાવે છે.તેઓ રાબેતા મુજબના સમયમાં પોતાના મકાનની અંદર સમોસા બનાવતા હતા તે દરમિયાન ગેસનો બાટલો બદલતી વખતે ગેસનો બાટલો લીક થતા આગ લાગી હતી જેથી સમગ્ર પરિવાર મકાન બહાર નીકળીને સોસાયટીમાં રહેતા અન્ય લોકોને બોલાવ્યા હતા પરંતુ ત્યાં સુધી આગે ભયંકર સ્વરૂપ પકડ્યું હતું અને સ્થાનિક લોકોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મકાનમાં અન્ય બે ગેસના બાટલા હોવાના ભયથી સ્થાનિક લોકો મકાન નજીક જઈ શક્યા ન હતા જેથી કરીને જાગૃત નાગરિકે પોલીસને જાણ કરી હતી જેથી ગેસના બાટલા અંદર હોવાથી પોલીસે તત્કાલ કડોદરા ફાયર વિભાગને ઘટનાની જાણ કરી હતી ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગ ઘટના સ્થળે તત્કાળ દોડી આવ્યું હતું અને સૌ પ્રથમ પાણીનો મારો કરીને અંદર રહેલા બે ગેસના બાટલાનો રેસ્ક્યુ કર્યો હતો અને આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો તો બીજી તરફ જે મકાનમાં આગ લાગી હતી તે પરિવાર વર્ષોથી પરિશ્રમ કરીને ગુજરાન ચલાવતા આવ્યા છે ત્યારે તેઓના મકાનમાં રહેલો તમામ ઘર વખરી સહિતનો અન્ય સામાન આગમાં બળીને ખાખ થઇ ગયો હતો તો બીજી તરફ સદનશીબે કોઈને જાનહાનિ થવા પામી ન હતી

રોકડા રૂપિયા અને દીકરીનો કરિયાવર પિતાના નજરની સામે જ આગમાં બળીને ખાખ

તો બીજી તરફ જાણવા મળ્યું હતું કે ઘટનામાં ભોગ બનનાર પરિવારની દીકરીના બે દિવસમાં લગ્ન પ્રસંગ યોજાવાનો હતો અને તેઓ આવતી કાલે પોતાના વતન તરફ પોતાની દીકરીના લગ્નનો પ્રસંગ ઉજવવા માટે જવાના હતા અને આજરોજ આ ઘટના બનતા દીકરીના લગ્ન માટે બચાવેલા રોકડા રૂપિયા અને દીકરીનો કરિયાવર પિતાના નજરની સામે જ આગમાં બળીને ખાખ થઇ ગયો હતો જે જોતા જ પિતા ડૂસકે ને ડૂસકે રડી પડ્યા હતા કે પોતાની વ્હાલ સોઈ દીકરી માટે લાવેલ તમામ સમાન આગમાં ભસ્મ ભૂત થઈ ગયો

મા ‘કાલી’ના પોસ્ટર વિવાદમાં ફસાયેલી ડાયરેક્ટરે ફરી એક વખત દુભાવી લોકોની ધાર્મિક લાગણી
આ દેશમાં મંદીનો પગપેસારો, 15 લાખ પરિવારો પર ભૂખમરીનો ખતરો
ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક, શું હશે આગામી રણનીતિ ..?
જામનગર : વિધિના બહાને યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું, મેન્ટલગીરી ઝડપાયો
બ્રેકિંગ@ગુજરાત : ગુજરાતમાં લોકડાઉન મુદ્દે આજ સાંજ સુધીમાં નિર્ણય લેવાશે, બપોરે મીટિંગ ,જાણો એક જ ક્લિકે
Share This Article
Facebook Email Print
Previous Article બારડોલી કોલેજમાં 30 બેડનું આઇસોલેસન સેન્ટરનો આજથી શુભારંભ
Next Article મારૂ પેજ કોરોનામુક્ત, વેક્સિન યુક્ત સૂત્ર સાર્થક બનાવશે ભાજપના કાર્યકરો : CR પાટીલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up