પલસાણા : સુરત જિલ્લાના પલસાણા તાલુકાના
ચલથાણ ગામે આવેલ 25 વર્ષ જૂની સોસાયટીમાં આજદિન સુધી પેવેલર બ્લોક કે RCC રોડ નહિ બનતા સોસાયટીના રહીશોએ પંચાયત પર રોષ ઠાલવ્યો હતો.રહીશોના જણાવ્યા મુજબ ચલથાણ પંચાયત ફક્ત રાજકીય વગ ધરાવતા લોકોના ઘર આંગણે જ બ્લોક નખાવતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના ચલથાણ ગામે આવેલ રામકબીર સોસાયટીમાં અદાજત 500 થી વધુ મકાનો આવેલા છે અને આ સોસાયટી 25 વર્ષ જૂની છે.અહીંના રહીશોએ જણાવ્યું હતું કે સોસાયટીના આગળના ભાગે 20 થી વધુ દુકાનો આવેલ છે આજદિન સુધી આ સોસાયટીમાં પેવેલર બ્લોક નાખવામાં આવ્યા નથી.જેના કારણે અહીં વરસાદી પાણી ભરાવવાથી ચોમાસામાં કાદવની સમસ્યા જોવા મળે છે.પંચાયતમાં કેટકેટલીય વાર રજુઆત કરવા છતાં આજ દિવસ સુધી ધ્યાને નહિ લેતા સોસાયટીના રહીશોએ સોશિયલ મીડિયા પર રોષ ઠાલવ્યો હતો.રહીશોના જણાવ્યા અનુસાર ગામમાં કેટલોક જગ્યાએ RCC રોડ હોવા છતાં તેના પર બ્લોક નાખી ગ્રાન્ટનો દૂર ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યારે અહીં 25 વર્ષમાં એક પણ વાર બ્લોક ફિટ કરવામાં આવ્યા નથી અહીં સોસાયટીમાં તાલુકાનું સૌથી મોટું અને એક માત્ર સાઈબાબાનું સાઈધામ મંદિર આવેલું છે દર ગુરુવારે હજારો સંખ્યામાં શ્રધ્ધાળૂ ઓ દર્શનાથે આવે છે.કાળવ કિચડના કારણે ભારે અગળતાનો સામનો કરવો પડે છે રહીશોની માંગ છે વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે.
રાજકીય વગ ધરાવતા લોકોના ઘર આંગણે જ બ્લોક નાખતા હોવાની ફરિયાદ
રહીશો એ ફરિયાદમાં જણાવ્યું હતું કે ચલથાણ પંચાયતમાં ફક્ત રાજકીય વગ ધરાવતા લોકોના જ કામો થાય છે ચલથાણમાં મોટાભાગની સોસાયટીઓ માં RCC રોડ પર બ્લોક જડી દેવામાં આવ્યા છે તો કેટલીક જગ્યાએ આજે પણ કાળવ જોવા મળે છે.