બારડોલી : ભાજપ સમર્થીત પલસાણા તાલુકાની ચલથાણ ગામ પંચાયત તાલુકાની સૌથી મોટી પંચાયતો પૈકીની એક છે અહીં પીવાના પાણીની ગામમાં ત્રણ મોટી ટાંકીઓ છે તેમજ ચાલુ વર્ષે વધુ ટાંકીઓ નિર્માણધીન છે પરંતુ ચલથાણ ગામની ટાંકીનું સારસંભાળ માટે તંત્ર પાસે જાણે સમયનો અભાવ છે ચલથાણ ગામમાં તુલસી પાર્ક સોસાયટીમાં આવેલ પાણીની ટાંકીનો મુખ્ય વાલ છેલ્લા કેટલાક મહિનાથી ગંદા પાણીમાં ગરકાવ છે ઉનાળામાં તો ખેર અહીં ભરાયેલું પાણી બાષ્પીભવન થઈ જતું હતુ પરંતુ હાલ આ પાણી છોડવાના વાલની આસપાસ વરસાદનું પાણી છેલ્લા કેટલાક દિવસથી ભરાય રહ્યું છે અને આ પાણી પીવામાં પાણીમાં ભળી રહ્યુ છે ચોમાસામાં પાણી લજન્ય રોગો માથું ઊંચકે પહેલા જવાબદાર તંત્ર આ બાબતે ગંભીરતા દાખવે એ જરૂરી બન્યું છે
પીવાનું શુદ્ધ પાણીએ દરેક જીવની પ્રાથમિક જરૂરિયાત છે અને પીવાનું દૂષિત પાણી એ રોગનું મુખ્યકારણ છે.તંત્રએ નાગરિકને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવું એ તંત્રની ફરજ છે પરંતુ ચલથાણ પંચાયતનું પાણીદાર તંત્ર ચલથાણ વાસીઓને જાણે પીવાના શુદ્ધ પાણીથી વંચિત રાખી રહ્યું હોય એ આ પ્રકારના દ્રશ્યો પરથી દેખાઈ આવ્યું હતુ ગંદા પાણીમાં ડૂબેલો શુદ્ધ પીવાના પાણીનો વાલ પંચાયત કામગીરી અંગે સવાલો ઉભો કરી રહ્યો છે આ વાલ છેલ્લા કેટકાય વર્ષોથી દર ચોમાસાની ઋતુમાં વરસાદના ગંદા પાણીમાં ડૂબેલો રહે છે અને આ પાણી પીવાના શુદ્ધ પાણીમાં ભળે છે અને ભૂતકાળમાં આ પીવાના પાણીના વાલને કારણે આ ટાંકીનું પાણી પીતા લોકો પાણી જન્ય રોગોના ભોગ પણ બન્યા છે છતાં નફ્ફટ તંત્ર દર વખતે નિર્દોષ પ્રજાના ભોગ બન્યા બાદ જ હરકતમાં આવતું હોઈ છે જવાબદાર તંત્ર વર્ષોની આ વાલ અંગેની સમસ્યાઓ સમાધાન લાવે લે પછી લોકો બીમાર પડ્યા બાદ હરકતમાં આવે એ જોવું રહ્યું છે


