તહેવાર નિમિત્તે દારૂની રેલમછેલ કરવા માટે બૂટલેગર અવનવા પેતરાં અપનાવતા જોવા મળ્યા છે.આ વખતે સુરતની એક મહિલા બુટલગરે એક કિશોર દમણથી દારૂ મંગાવ્યો યુવકનો ઉપયોગ કરી છેક હતો કિશોર યુવક દારૂના ઠેલાં સાથે ચલથાણ પોતાના ઘરે આવી આરામ કરતા પોલિસ આવી ચઢી હતી.પોલિસ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર પાસેથી 24 હજારની કિંમતનો દારૂ કબ્જે કર્યો હતો.
મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના અલ્તાફભાઈ ગબરૂભાઈ નાઓને મળેલી બાતમી આધારે પલસાણા તાલુકાના ચલથાણ આવેલ અંબિકા નગરના એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં રહેતા કિશોરના ફ્લેટની તપાસ કરતા ફ્લેટ માંથી અલગ અલગ 5 જેટલા થેલા મળી આવ્યા હતા.જેમાં ચેક કરતા ઠેલા માંથી અલગ અલગ બ્રાન્ડની 213 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.પોલિસે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને પૂછપરછ કરતા કિશોરે જણાવ્યું હતું કે દમણથી એક ઇસમે તેને આ દારૂ થેલામાં ભરી આપ્યો હતો જે બાદ અલગ અલગ વાહનો દ્વારા તે અહીં આવ્યો અને અહીંથી સુરત સહારા દરવાજા ખાતે રહેતી સુમનબહેન નામની મહિલાને આપવાનો હતો.આમ પોલિસે કિશોર પાસેથી દારૂ અને મોબાઈલ મળી 24,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો કિશોરને બાળ સુધારણા ગૃહમાં મોકલી આપી દારૂ આપનાર અને મગાવનાર બનેને વોન્ટેડ જાહેર કર્યા હતા.