By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ચલથાણ : 8 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો : ચાલક ક્લીનર ફરાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ચલથાણ : 8 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો : ચાલક ક્લીનર ફરાર
GeneralSouth Gujarat

ચલથાણ : 8 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો : ચાલક ક્લીનર ફરાર

HM News
Last updated: 27/01/2021 9:26 AM
HM News
4 years ago
Share
SHARE

બારડોલી : સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાતને પગલે આચારસહિતા અમલીકરણ કરવામાં આવી છે તો બીજી તરફ કડોદરા પોલીસની ટીમને ચલથાણ ગામની સીમમાંથી વિદેશીદારૂની 180 પેટી સહીત લાખોનો મુદામાલ પકડવામાં મોટી સફળતા હાથ લાગી છે ત્યારે આચારસહિતા સમયે આ વિદેશીદારૂના જથ્થો ભરેલ ટ્રક ક્યાં જઈ રહ્યો હતો એ મોટો સવાલ અહીં ઉભો થયો છે.

હાલ મહાનગર પાલિકા તેમજ નગરપાલિકા અને પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે તે દરમિયાન જ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી હતી. જોકે આ સમયગાળામાં કોઈ અણબનાવ ન સર્જાય તેના ભાગરૂપે કડોદરા પોલીસ મથકના પોલીસકર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચલથાણ ગામની સીમમાંથી પસાર થતાં મુંબઈથી અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 ઉપર એક MH -04-CG -3953 પાર્સિંગની ટ્રક શંકાસ્પદ રીતે પાસાર થઈ રહી હતી.તે દરમિયાન તેને પોલીસે રોકવા જતા ચાલકે ટ્રકને ઝડપથી હંકારી જતા તેનો ફિલ્મી ધબે કડોદરા પોલીસે પીછો કર્યો હતો તે દરમિયાન ચલથાણ સી.એન.જી કટ નજીક સામાન્ય ટ્રાફિક જામ હોવાને કારણે ટ્રક ચાલકે ટ્રકને રોડ ઉપર ઉભી રાખી ભાગી છૂટ્યો હતો.તે દરમિયાન ટ્રકમાં તપાસ કરતા ઈંડાની ખાલી ટ્રેની આડમાં મળી આવ્યો હતો.જે પોલીસે તપાસ કરતા કુલ 8 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ હોવાનું જાણવા મળ્યું હતું.જેથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ ટ્રક અને અન્ય ચીજ વસ્તુ મળી કુલ્લે 17 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો તો બીજી તરફ પોલીસે ટ્રક ચાલક અને ક્લીનર સહિત દારૂ મંગાવનાર અને મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા હતા ત્યારે અહીં સવાલો ઉભા થવા પામ્યા છે કે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને હાલ આચારસહિંતા લાગુ કરવામાં આવી છે ત્યારે આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં જઇ રહ્યો હતો તે અનેક સળગતા સવાલો ઉભા થયા છે.

રામ મંદિર ભૂમિ પૂજન પહેલા રામમય બન્યા પ્રિયંકા ગાંધી, આપ્યો આવો સંદેશ
એક માત્ર ભારત જ અમને ઇંધણ ખરીદવા નાણાં આપે છે : શ્રીલંકન PM
બેંગ્લોરમાં કોરોનાનો કહેર : અંતિમ સંસ્કાર માટે સ્મશાન બહાર એમ્બ્યુલન્સની લાઈન
પ્રદૂષણના લીધે બાળકો જન્મતા પહેલાં શારીરિક રીતે નબળાં થઈ જાય છે
82 % ભારતીયો વોટ્સએપ છોડવા તૈયાર છે, 91% લોકોએ કહ્યું – વોટ્સએપ પે નો ઉપયોગ નહીં કરે
Share This Article
Facebook Email Print
Previous Article વાલોડના અંધાત્રીમાં તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવી 1.20 લાખના દાગીનાની ચોરી કરી
Next Article સંસદમાં નોકરી મેળવવાની તક,12 પાસથી લઈને ગ્રેજયુએટ કરી શકશે અરજી.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up