મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવમાં સ્પ્રિંગ જેવો ઉછાળો જોવામળ્યો હતો.સોનાના ભાવ પણ ઉંચકાયા હતા.અણદાવાદ બજારમાં ચાંદીના ભાવ કિલોના રૂ.૧૫૦૦ ઉછળી રૂ.૬૪ હજારને આંબી ગયા હતા.અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૫૨૭૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૫૨૯૦૦ રહ્યા હતા.વિશ્વ બજારના સમાચાર તેજી બતાવતા હતા.વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટતાં વિશ્વ બજારમાં સોનામાં ઘટીાડે ફંડોનું બાઈંગ ફરી વધ્યાના નિર્દેશો હતા.વિશ્વ બજારમાંસોનાના ભાવ ઔંશના ૧૮૪૪ વાળા વધી ૧૮૬૨ થઈ ૧૮૬૦થી ૧૮૬૧ ડોલર રહ્યાના નિર્દેશો હતા.સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભવા પણ ઔંશના ૨૧.૭૯થી ૨૧.૮૦ ડોલરથી વધી ૨૨ ડોલર વટાવી ૨૨.૪૧ થઈ ૨૨.૪૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા.વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે આયાત પડતર વધી હતી અને તેના પગલે દેશના ઝવેરી બજારોમાં આજે તેજીનો પવન ફૂંકાતો હતો.
મુંબઈકરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ બેતરફી વધઘટના અંતે ધીમા ઘટાડા વચ્ચે રૂ.૭૭.૫૭ રહ્યા હતા.શેરબજાર વધતાં કરન્સી બજારમાં રૂપિયો ઉંચકાયો હતો.ડોલરનો ઈન્ડેક્સ ઘટી ૧૦૧.૪૩ થઈ ૧૦૧.૭૨ રહ્યો હતો.ડોલરના વૈશ્વિક ઈન્ડેક્સમાં ચાર સપ્તાહની નવી નીચી સપાટી જોવા મળી હતી.મુંબઈ બજારમાં બ્રિટીશ પાઉન્ડના ભાવ ૧૧ પૈસા વધી રૂ.૯૭.૯૩થી ૯૭,૯૪ રહ્યા હતા જ્યારે યુરોના ભાવ ૧૭ પૈસા વધી રૂ.૮૩.૨૮ થી ૮૩.૨૯ રહ્યા હતા.જાપાનની કરન્સી તથા ચીનની કરન્સી પણ રૂપિયા સામે ઉંચકાઈ હતી.


