સુરત : તા.11 જુલાઈ 2022,સોમવાર : ભારે વરસાદને કારણે,ચાંદોદ અને એકતાનગર વચ્ચેના રેલવે ટ્રેકનું ધોવાણ થતાં,રેલવે ઓથોરિટીએ એકતા નગરને સાંકળતી 4 ટ્રેનો તાત્કાલિક અસરથી રદ કરી છે. જ્યારે 1 ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.આજરોજની બંને તરફની એકતાનગર-પ્રતાપનગર-એકતાનગર(૦૯૧૦૮-૦૯),એકતાનગર-પ્રતાપનગર પેસેન્જર(૦૯૧૧૦)તથા પ્રતાપનગર-એકતા નગર પેસેન્જર (૦૯૧૧૩) રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ સાથે અમદાવાદ-એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.આ ટ્રેન ડભોઇ સુધી દોડશે અને ડભોઇ અને એકતાનગર વચ્ચે રદ રહેશે.છેલ્લા 24 કલાક દરમિયાન અતિ ભારે વરસાદને કારણે ચાંદોદ અને એકતાનગર વચ્ચેના રેલવે ટ્રેકનું ધોવાણ માટી ધસી જવાને કારણે થયું હોવાથી,સલામતીના પગલાં રૂપે એકતા નગરને જોડતી ટ્રેનો માટે રદ કરવાનો નિર્ણય લેવાયો છે.