(પીટીઆઇ) કોલંબો, તા. ૧૭ : ઇન્ડિયન મોનેટરી ફંડ(આઇએમએફ) પાસેથી ચાર અબજ ડોલરનું બેલઆઉટ પેકેજ મેળવવા માટે શ્રીલંકાનું ડેલિગેશન અમેરિકા પહોંચી ગયું છે.ફોરેક્સ કટોકટીને પગલે નાદારીના આરે આવી ગયેલ શ્રીલંકાને આર્થિક કટોકટીમાંથી બહાર લાવવા માટે સરકાર સંપૂર્ણ પ્રયાસો કરી રહી છે.શ્રીલંકાના નવા નિમાયેલા નાણા પ્રધાન અલી સાબરીના નેતૃત્ત્વમાં શ્રીલંકન સરકારનું ડેલિગેશન ૧૯ એપ્રિલથી ૨૪ એપ્રિલની વચ્ચે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(આઇએમઅએફ)ના અધિકારીઓ સાથે મંત્રણા કરશે.
સાબરીએ જણાવ્યું હતું કે શ્રીલંકા આઇએમએફ પાસેથી ચાર અબજ ડોલરના બેલઆઇટ પેકેજની માગણી કરશે.શ્રીલંકાનુૂં ડેલિગેશન એવા સમયે અમેરિકા ગયું છે જ્યારે શ્રીલંકાએ વિદેશી દેવાની ચુકવણી કરવાનું બંધ કરી દીધું છે.જેમા બોન્ડ અને સરકારે લીધેલા ઉછીના નાણા પણ સામેલ છે.ઉલ્લેખનીય છે કે શ્રીલંકાને ચાલુ વર્ષે સાત અબજ ડોલરના વિદેશી દેવાની ચુકવણી કરવાની છે.શ્રીલેકા ૧૯૪૮ પછીના ઇતિહાસમાં પ્રથમ વખત આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે.દેશના ૨.૨ કરોડ લોકો દરરોજ ૧૨ કલાક વીજ કાપનો સામનો કરી રહ્યાં છે.આ ઉપરોત દેશના લોકો ખોરાક, ઇંધણ અને અન્ય જરૃરી વસ્તુઓની અછતનો સામનો કરી રહ્યાં છે.આ દરમિયાન સિક્યુરિટીસ એન્ડ એક્સચેન્જ કમિશન ઓફ શ્રીલંકા (એસઇસી)એ એક સપ્તાહ માટે કોલંબો સ્ટોક એક્સચેન્જ બંધ રાખવાની જાહેરાત કરી છે.


