By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ચાલુ વર્ષે 8000 સુપર રિચ ભારતીયો દેશ છોડશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ચાલુ વર્ષે 8000 સુપર રિચ ભારતીયો દેશ છોડશે
GeneralNational

ચાલુ વર્ષે 8000 સુપર રિચ ભારતીયો દેશ છોડશે

HM News
Last updated: 15/06/2022 6:26 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી : ચાલુ વર્ષે ઓછામાં ઓછા ૮,૦૦૦‘સુપર રિચ’અથવા અતિસમૃદ્ધ લોકો ભારતમાંથી સ્થળાંતર કરશે એવો અંદાજ એક અભ્યાસમાં રજૂ કરાયો છે.હેન્લી ગ્લોબલ સિટિઝન્સ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર સ્થળાંતરનું મુખ્ય કારણ વધુ વિકસિત દેશનો પાસપોર્ટ મેળવવાની ઇચ્છા છે.હેન્લી ગ્લોબલ સિટિઝન્સ રિપોર્ટ વિશ્વભરમાં ધનાઢ્યોની સંપત્તિ અને રોકાણના સ્થળાંતર અંગેના ટ્રેન્ડ પર નજર રાખે છે.

અહેવાલમાં જણાવ્યા અનુસાર ટેક્નોલોજી ક્ષેત્રના યુવા ઉદ્યોગ સાહસિકોમાં બિઝનેસ અને રોકાણની વૈશ્વિક તકોનો લાભ લેવા માટે દેશ બદલવાનું પ્રમાણ વધી રહ્યું છે.અહેવાલમાં રજૂ કરાયેલા અન્ય એક અભ્યાસ મુજબ ભારતમાં અમેરિકન ડોલરની રીતે લખપતિ અને અબજપતિઓની સંખ્યા આગામી ૧૦ વર્ષમાં ૮૦ ટકા વધશે.સમાન ગાળામાં અમેરિકામાં આ આંકડો માત્ર ૨૦ ટકા તેમજ ફ્રાન્સ,જર્મની,ઇટલી અને બ્રિટનમાં ૧૦ ટકા રહેવાનો અંદાજ છે.જોકે,અમેરિકન ડોલરની રીતે ભારતમાં લખપતિઓની ચોખ્ખી આવક અને જાવક(ભારતમાં આવનાર અને ભારત બહાર જનારા‘સુપર રિચ’વચ્ચેનો તફાવત)ના ૨૦૨૨ના તાજેતરના અંદાજમાં ચાલુ વર્ષે ભારતને લગભગ ૮,૦૦૦નું ચોખ્ખું નુકસાન થશે.

અહેવાલમાં જણાવાયું છે કે,“ભારત માટે આ નુકસાન બહુ ચિંતાજનક નથી.કારણ કે દેશ દર વર્ષે સ્થળાંતરને કારણે જેટલા ધનાઢ્યો ગુમાવે છે તેની તુલનામાં ભારતમાં મોટી સંખ્યામાં નવા લખપતિઓ બને છે.ઉપરાંત, સમૃદ્ધ લોકો ભારત પરત ફરી રહ્યા હોવાનો પણ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.આગામી સમયમાં દેશના જીવન ધોરણમાં વધુ સુધારો નોંધાશે તો અમારા અંદાજ પ્રમાણે સંપત્તિવાન લોકો મોટી સંખ્યામાં દેશ પરત ફરશે.ન્યૂ વર્લ્ડ વેલ્થના રિસર્ચ હેડ એન્ડ્રુ એમોલિસે જણાવ્યું હતું કે,“ભારત માટે સંપત્તિના અંદાજ ઘણા મજબૂત છે.૨૦૩૧ સુધીમાં દેશમાં હાઇ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ અથવા અતિધનાઢ્ય લોકોની સંખ્યા ૮૦ ટકા વધશે.તે ભારતને વિશ્વનું સૌથી વધુ ઝડપે વધતું ‘વેલ્થ માર્કેટ’ બનાવશે.

વાપી : વાયટલ લૅબોરેટરી કંપનીને કલોઝર નોટીસ ફટકારાઇ , એક કરોડનો દંડ
ટેસ્ટિંગ દરમિયાન ત્રીજા માળેથી કાર નીચે પડી, ટેસ્ટ ડ્રાઈવર સહિત બે ના મોત નીપજ્યા
ઉત્તર ભારતના કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઇ અને ગોલ્ડી બ્રાર ગેંગનો શુટર પિસ્ટલ અને 5 જીવતા કાર્ટીઝ સાથે વલસાડમાંથી ઝડપાયો
રાજભવન કાવતરાંનો અડ્ડો બનવું ન જોઈએઃ સંજય રાઉત
સરકારે જાહેર કર્યુ રાહત પેકેજઃ આધાર-પાન લીંકનો સમય વધ્યોઃ ટેકસ રિટર્ન ભરવાની મુદ્દત હવે જુન સુધી
Share This Article
Facebook Email Print
Previous Article શરદ પવાર રાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર બની શકે
Next Article કૂપર હોસ્પિટલમાં ટ્રેઈની તબીબે ખોટું ઈન્જેક્શન આપતાં મહિલાએ દૃષ્ટિ ગુમાવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up