ચીખલી : બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી જિલ્લાના ચીખલી પોલીસ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.દરમ્યાન ખાનગી બાતમી મળી હતી કે આમધરા ગામે મુકેશભાઈ મંગુભાઇ કણબી પટેલની આંબાવાડીમાં વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો સંગ્રહ કરેલ હોય જે બાતમીના આધારે ચીખલીપોલીસનાપીઆઇ-પી.જી.ચૌધરી,પીએસઆઇ-એસ.વી.આહીર,હે.કો-સુરેશ સાહર સહિતના સ્થળ ઉપર જઇ તપાસ કરતા આમધરા ગામમાં આવેલ મુકેશભાઈ મંગુભાઇ કણબી પટેલની આંબાવાડીની ઓરડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ ટીન બિયરની નાની-મોટી બોટલ નંગ:૫૬૮૮ જેની કિં.રૂ.૫,૦૫,૯૨૦/- મળી આવતા જેની પાસ પરમીટ માંગતા ન હોવાનું જણાવતા પોલીસે મુકેશ મંગુભાઇ કણબી પટેલ (ઉ.વ-૪૫) (રહે.આમધરા કણબીવાડ તા.ચીખલી) ને ઝડપી પાડી પાડ્યો હતો.જ્યારે દારૂનો જથ્થો સંગ્રહ કરી કાટીંગ કરનાર લાલુ ઉર્ફે શૈલેષ ખંડુભાઇ પટેલ (રહે.પીપલગભણ ખુટીયા આંબા તા.ચીખલી) ને પોલીસ ચોપડે વેન્ટેડ જાહેર કરી પીએસઆઇ-એસ.વી.આહીરની ફરિયાદના આધારે વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.


