ચીખલી પોલીસે બામણવેલ ગામેથી રૂ.૧.૫૦ લાખના ઘઉનો જથ્થો શંકાસ્પદ જણાતા કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી પોલીસ સ્ટેશનના પીએસઆઇ-એમ.બી.કોકણી તથા સ્ટાફના જયપાલસિંહ, બ્રિજેશ સહિતના માણસો પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન આઇસર ટેમ્પો નં:જીજે-૧૯-એક્ષ-૫૮૦૧ ને અટકાવ્યો હતો અને તેમાં ગેરકાયદેસર ઘઉંનો જથ્થો ભરીને બામણવેલ રિધ્ધી-સિધ્ધી ક્રેન પ્રોસેસીંગ મિલ પાસે જઈ ઉપરોક્ત ટેમ્પામાં ઘઉંના ૩૦૦ જેટલા કટા ભરેલા હોવાનું જણાવતા અને બિલ કે આધાર પુરાવા માંગતા નહિ હોવાનું જણાવતા ઘઉંનો જથ્થો શંકાસ્પદ ગેરકાયદેસર રીતે મેળવી લાવેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતા અને ઉપરોક્ત જથ્થો આજે સવારના સમયે ચાપલધરા ખાતે રહેતા વિજય ગોરધન તથા તેના પિતાજી ગોરધનના ઘરેથી ભરી લાવેલ તેવી હકીકત જણાવેલ અને આ ગોરધન અગાઉ પણ ગેરકાયદેસર ઘઉંના વહનમાં વાંસદા તથા ચીખલીમાં પકડાયેલ હોવાનું જાણવા મળ્યું છે.અને ઘઉંના કટા ભરાવેલ ત્યારે કોઈ બિલ કે ચિઠ્ઠી પોતે લીધેલ નથી.તેમ પણ ચાલકે જણાવતા પોલીસે ૧૫,૦૦૦/- કિલો ગ્રામ ઘઉંના જથ્થાના ૧,૫૦,૦૦૦/- રૂપિયાનો જથ્થો આઇસર ટેમ્પો,એક મોબાઈલ ફોન સહિત કુલ ૧૧,૫૪,૦૦૦/- રૂપિયાનો કબ્જે કરવામાં આવ્યો હતો. તથા ચાલક પરેશ જીતુભાઇ નાયકા (રહે.કરચેલીયા તા.મહુવા જી.સુરત)ને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.